<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

સહારા ઇન્‍ડિયાના કાર્યકર્તા-ગ્રાહકોની કલેકટર સમક્ષ ‘‘ધા'': અમારા કરોડો રૂપિયા પાછા અપાવોઃ મોૈન રેલીની મંજૂરી આપો

૧૩ કરોડ રોકાણકારો-૧૨ લાખ કાર્યકરોના હજારો કરોડ અટકીને પહેલા છે!! ગ્રાહકો દ્વારા દબાણ અને પોલીસની ધમકી અપાઇ છેઃ અમે દવા પણ કરી શકતા નથી..

રાજકોટ, તા.૨૭: સહારા ઇન્‍ડિયાની સમક્ષ સોૈરાષ્‍ટ્ર અને ગુજરાતના કાર્યકર્તા-ગ્રાહકોએ કલેકટરને આવેદન પાઠવી સહારા-સેબી વિવાદ અને સી.આર. સી.એસ. પોર્ટલ બાબતે રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, સહારા ઇન્‍ડિયા, જેમાં અમારા લોકો દ્વારા પોતાની બચત કરેલા રૂપિયા ઘણા પ્રયત્‍નો કરવા છતાં હજું સુધી મળ્‍યા નથી અમારા લોકોની વેદના કે પીડા સાંભળવા માટે કોઈ મંત્રી, ધારાસભ્‍ય કે સંસદસભ્‍ય કે કોઈ વિપક્ષ પાર્ટી ના નેતા પણ આ લોકોને ન્‍યાય માટે માંગ કરી રહ્યા નથી.

ઘણા છેલ્લા સમય થી અમારા લોકોની મુશ્‍કેલી ખુબ જ વધી ગઈ છે કારણ કે  તારીખ પર તારીખ જેવું વાતાવરણ ઉભું કરી દેવામાં આવ્‍યું છે. આ તારીખ પર તારીખ એમની વચ્‍ચે એક લાચાર કાર્યકર્તા પીસાથે પીસાય ને મરી રહ્યો છે, સરકાર દ્વારા જે પોર્ટલ બનવામાં આવ્‍યું છે એમાં પણ હજું સુધી માં ભારતના વધુમાં વધુ ૨-૩% લોકોને પાર્ટ પેમેન્‍ટ મળેલ છે.

ગુજરાત ના સહારા ઇન્‍ડિયાના કાર્યકર્તાઓ ઘણા વર્ષોથી કાર્યરત હતા. સહારા સેબી વિવાદના કારણે અમે બેરોજગાર થઈ ગયા અને અમો કોઈ રોજગાર પણ નથી કરી શકતા. બીજો રોજગાર કરવાની વાત કરીએ, ત્‍યારે સહારા ઇન્‍ડિયાના રોકાણકારો અમને અપમાનિત ધમકી તેમજ મારામારી કરવા આવે છે. અમારા સામે કેશ કરવાની ધમકી આપે છે, તેમજ ઘરે આવીને ડરાવે છે અમે કરીએ તો શું કરીએ અમારી જિંદગી ભરની કમાણી સહારા ઇન્‍ડિયા માં છે.આજે અમે બેન્‍ક અને ફાઇનાન્‍સ કંપનીના કરજદાર છીએ. અમારે અમારા પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્‍કેલ છે.

સહારાઈન્‍ડિયાનાં ૧૩ કરોડ રોકાણકાર ૧૨ લાખ કાર્યકર્તાઓનાં હજારો કરોડ સહારા ઇન્‍ડિયા ની સોસાયટીમાં અટકીને પડેલા છે.CRCS પોર્ટલ રોકાણકાર CSC સેન્‍ટરના ધક્કા ખાય છે ૧%રોકાણકાર પોતાનું રોકાણ મળેલ નથી. રોકાણકાર તથા કાર્યકર્તા ધનના અભાવે બીમારીમાં દવા કરી શકતો નથી, પોતાના બાળકોને ઊંચ શિક્ષણ અપાવી શકતો નથી, તેમજ તેમના દીકરી કે દીકરા ના લગ્ન માટે બચત કરેલા નાણાંનો ઉપયોગ કરી શકતો નથી.

(૧) સહારા ઇન્‍ડિયાના લોકોને પોતાની ન્‍યાય લડત કરવા માટે એક મૌન રેલી કાઢવા માટેની પરવાનગી આપવામાં આવે અને એમાં કંઈ પણ પ્રજા ને મુશ્‍કેલી ના પડે એવી પોલીસની હાજરીમાં આ મૌન રેલી કાઢવાની વ્‍યવસ્‍થા કરી આપશો એવી  વિનંતી છે. (૨) હાલ આ કાર્યકર્તા પર ગ્રાહકો દ્વારા પોતાના ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કરેલા રૂપિયા માટે દબાણ અને પોલીસ તંત્રની ધમકીઓ આપવામાં આવે છે આ લોકો સાથે માનસિકતણાવ બંને નહીં અને સરકાર અને તંત્રને સાથ સહકાર મળી રહે એવી વિનંતી છે. (૩) સહારાની બ્રાન્‍ચ ઓફિસથી રોકાણકારના પૈસા મળે તેની વ્‍યવસ્‍થા અથવા જે તે જિલ્લાની સહારા લોકલ ઓફિસ ખોલાવી આપવા અમારી વિનંતી છે.

(3:56 PM IST)