<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જિલ્લા પંચાયતમાં ‘કેસરવર્ણો' વિજયઃ ભાજપને ૩૪ બેઠકોઃ કોંગ્રેસને માત્ર-૧: મોવૈયામાં જીતથી ‘આપ'નું ખાતુ ખૂલ્‍યું

વિપક્ષમાંથી માત્ર બે જ મહિલા ચુંટાયાઃ ર૦૧પના વર્ષનું પુનરાવર્તનઃ સતા ફરી ભાજપના હાથમાં

રાજકોટ જિલ્લા પંચાયત રાજકોટ તાલુકા પંચાયતની અને તાલુકાની ૬ જિલ્લા પંચાયત બેઠકોની મત ગણતરી આજીડેમ પાસે પોલીટેકનિકમાં શરૂ થયેલ ફરજ પરના કર્મચારીઓ ઇ.વી.એમ. લઇને ગણતરી ખંડમાં પ્રવેશ્‍યા હતા. બહાર રાજકીય આગેવાનો-કાર્યકરો ઉમટી પડયા હતા. (તસ્‍વીર : સંદીપ બગથરિયા) (૬.૧૯)

રાજકોટ તા. ર૮: રાજકીય ક્ષેત્રે વિશેષ મહત્‍વ ધરાવતી રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોની મત ગણતરી થતા ભાજપનો કેસરવર્ણો વિજય થયો છે. કુલ ૩૬ બેઠકો પૈકી ૩૪ બેઠકો ભાજપને મળી છે. કોલકીની બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે. ગોંડલના મોવૈયાની બેઠક પર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ચૂંટાયા છે. બન્ને વિપક્ષના માત્ર એક-એક ઉમેદવાર જીત્‍યા છે. ૩૪ ઉમેદવારો શાસક પક્ષના ચૂંટાયા છે. જિલ્લા પંચાયતમાં ફરી એક વખત તોતીંગ બહુમતી સાથે ભાજપનું શાસન આવ્‍યુ છે.

રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોની ચૂંટણી માટે ૫૮.૯૮ ટકા મતદાન થયેલ. જેમાં પુરુષ મતદારોનું ૬૩.૮૫ ટકા જ્‍યારેસ્ત્રી મતદારોનું ૫૩.૬૬ ટકા મતદાન નોંધાયું છે. રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતની બેઠકો માટે ૬૦.૩૬ ટકા મતદાન થયું હતું. જેમાં પુરુષ મતદારો દ્વારા ૬૫.૩૩ ટકા જ્‍યારેસ્ત્રી મતદારો દ્વારા ૫૪.૯૪ ટકા મતદાન થયું છે. ગોંડલ નગરપાલિકાના સાત વોર્ડની ચૂંટણીમાં ૪૮.૫૧ ટકા મતદાન થયું છે. જેમાં પુરુષ મતદારોનું ૫૩.૪૧ ટકા જ્‍યારેસ્ત્રી મતદારોનું ૪૩.૨૫ ટકા મતદાન નોંધાયું હતું.

જિલ્લા પંચાયતમાં મુખ્‍યત્‍વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે જંગ હતો. છેલ્લા ૫ વર્ષ ભાજપનું શાસન હતુ. હવે આવતા ૫ વર્ષ માટે મતદારોએ પુનરાવર્તન કર્યુ છે. ૨૦૨૧ના વર્ષમાં ભાજપને ૨૫ અને કોંગ્રેસને ૧૧ બેઠકો મળી હતી. ‘સર'પછી પ્રથમ ચૂંટણી હતી.

જિલ્લા પંચાયતની મત ગણતરી શરૂ થઇ ત્‍યારથી જ ભાજપે વિજયકુચ આરંભી હતી. બપોર સુધીમાં ચિત્ર સ્‍પષ્‍ટ થઇ ગયેલ. જિલ્લાના ૧૧ તાલુકાઓ પૈકી ભાજપે ગોંડલ તાલુકામાં ૧ અને ઉપલેટા તાલુકામાં ૧ જિલ્લા પંચાયત બેઠક ગુમાવેલ. બાકીના તમામ તાલુકાઓમાં બધી બેઠકો ભાજપને મળી છે.

જિલ્લા પંચાયતમાં ર૦ર૧ ની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૧ બેઠકો મળેલ આ વખતે માત્ર ૧ મહિલા ઉમેદવાર વિજેતા થયા છે. આમ આદમી પાર્ટીને પણ માત્ર મોવૈયાની બેઠક મળી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો બાકીની ૩૪ બેઠકોમાં સફાયો થઇ ગયો છે. ભાજપનું સંગઠન, ઉમેદવાર પસંદગી, નરેન્‍દ્રભાઇ મોદી તરફી લોક લાગણી, ચૂંટણી વ્‍યવસ્‍થા વગેરેને કારણે જીત મળી છે. કોંગ્રેસ અને આપ ગાજયા તેવા વરસી શકયા નથી. જનાદેશ વધુ પાંચ વર્ષ માટે ભાજપની  તરફેણમાં આવ્‍યો છે.

(5:06 PM IST)