News of Thursday, 15th October 2026
કેસરીયો રંગ તને લાગ્યો.......રઘુવંશી પરીવાર રાસોત્સવને સંગ
ખેલૈયાઓના પૈસા વસુલ : અલગ-અલગ સેલ્ફી ઝોનથી ખેલૈયાઓમાં ભારે આકર્ષણ

રાજકોટ : ખેલૈયાઓ પરીવારીક માહોલમાં સંગીતાના સુરથી તાલીઓના તાલ સાથે ગરબા સહીત અનેક નવી સ્ટાઈલમાં ગાયક કલાકાર અજય ગઢવી, અંજુ મકવાણા, વિજય બારોટના મધુર કંઠે ખેલૈયાઓને થનગનાટ કરવા મજબુર કરી દીધા હતા.
નવરાત્રિના ચોથા નોરતે અકિલા રઘુવંશી પરીવાર રાસોત્સવમાં ખલૈયાઓ અલગ-અલગ ગ્રુપ દ્વારા અવનવા ડ્રેસકોડ સાથે સુર અને તાલ સંગ સાથે સંપૂર્ણ પારીવારીક માહોલમાં રાસ રમતા સંપૂર્ણ ગ્રાઉન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. એકથી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતો તેમજ શુભ ઇવેન્ટસના આશિષ કોટક તથા કવિતા કોટકનું ઓર્કેસ્ટ્રા તથા અદ્યતન સાઉન્ડ સીસ્ટમથી ખેલૈયાઓ આફરીન થયા હતા અને મન મુકી ઝૂમી ઉઠયા હતા.
આ પ્રસંગે ભાવનગર જીલ્લા પ્રભારી કમલેશભાઈ મીરાણી, પૂર્વ શિક્ષણ સમિતી ચેરમેન વિક્રભાઈ પુજારા, રાકેશભાઈ પોપટ, દાવત બેવરજીસ શિવાંગભાઈ, ડી.એમ.એલ ગ્રુપ જીગરભાઈ કારીયા, ડો.ચેતનભાઈ જોબનપુત્રા, ડો.નિરવ કોટક, દિપકભાઈ અભાણી, સુનિલભાઈ ઠકકર, પી.એસ.આઈ સાઇબર ક્રાઇમ ડી.એ. જાડેજા, શીવરાજસિંહ જાડેજા, લાલભાઈ શેઠજી, મિતુલભાઈ લાલ, કમલેશભાઈ ઠકકર, મયુરભાઈ બુધ્ધદેવ, વિગેરે રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અકિલા રઘુવંશી પરીવાર રસોત્સવના ચોથા નોરતે ફર્સ્ટ પ્રિન્સેસ રીયા બુધ્ધદેવ, સેકેન્ડ પ્રિન્સેસ રીવા, થર્ડ પ્રિન્સેસ મહેક શીંગાળા જાહેર કરેલ તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સ દક્ષ હિન્ડોચા, સેકેન્ડ પ્રિન્સ જેનીશ કાનાબાર, થર્ડ પ્રિન્સ વૈદાત જીમુલીયા તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સેસ કાવ્યા કાનાબાર, સેકેન્ડ પ્રિન્સેસ નિતી ખખ્ખર, થર્ડ પ્રિન્સેસ મિશ્રી અમલાણી વિજેતા જાહેર કરેલ. તેમજ વેલડ્રેસમાં વામિ ગોકાણી, પુષ્ટી અનડકટ, શ્રળતિ છગ, યુગ વિઠલાણી, ધ્રીત પૌંદાને વિજેતા જાહેર કરી લાખેલા ઇનામો વિતરણ કરેલ હતા. તેમજ ખેલૈયાનો ભારે ઉત્સાહ જોવા મળેલ. આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક તથા સમ્રગ ટીમ જહેમત ઉઠાવી રહી છે. આમ વિશેષ માહિત માટે મો. ૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્યું છે.

(3:17 PM IST)










