<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

જાણીતા ટેક્‍સી કોન્‍ટ્રાક્‍ટર શામજીભાઈ નારણભાઈ ચુડાસમાનું દુઃખદ અવસાન

અકિલા પરિવાર સાથે દાયકાઓથી પારિવારિક સંબંધોથી જોડાયેલા : આવતીકાલે શુક્રવારે સાંજે ૫ થી૬ રાતિયા હનુમાન મંદિરે બેસણું

શામજીભાઇ ચુડાસમા અનંતયાત્રાએ, અશ્રુભીની આંખે અંતિમ વિદાય, શ્રધ્‍ધાંજલી અર્પણ : રાજકોટઃ ટેક્‍સી વ્‍યવસાય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર જાણીતા ટેક્‍સી કોન્‍ટ્રાકટર અને અકિલા પરિવાર સાથે દાયકાઓથી સંકળાયેલા શામજીભાઇ ચુડાસમાનું ગઇકાલે દુઃખદ અવસાન થયેલ છે. તેઓ એક સફળ વ્‍યાપારી જ નહોતા, પરંતુ મિલનસાર, પરોપકારી અને સદ્‌ભાવનાભર્યા સ્‍વભાવના કારણે સમાજ અને દરેક વર્ગમાં લોકપ્રિય અને આદરભાવ ધરાવતા હતા. ભારે અડીખમ અવાજ ધરાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ બિમાર હતા. તેમના પરિવાર તરફથી પણ શામજીભાઇની સેવા કરવામાં આવી હતી. સદ્‌ગતની અંતિમયાત્રામાં મોટી સંખ્‍યામાં સગાસંબંધીઓ,  સ્‍નેહીજનો જોડાયા હતા. તસ્‍વીરમાં સદ્‌ગત શામજીભાઇ ચુડાસભાના પરિવારજનો મુકેશભાઇ, મીતભાઇ, માનવભાઇ, અંશભાઇ અને રીધાન તેમજ સગાસંબંધીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટઃ અકિલા પરિવાર સાથે દાયકાઓથી સંકળાયેલ સૌરાષ્‍ટ્રના જાણીતા ટેક્‍સી કોન્‍ટ્રાક્‍ટર શ્રી શામજીભાઈ નારણભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ ૮૪)નું તા.૧૫ જુલાઈ બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી ચુડાસમા પરિવાર તેમજ સ્‍નેહીજનોમાં ઘેરા શોકની લાગણી વ્‍યાપી ગઈ છે.

તેઓ મુકેશભાઈ શામજીભાઈ ચુડાસમા, સ્‍વર્ગસ્‍થ વિમલભાઈ શામજીભાઈ ચુડાસમા તથા ધર્મેશભાઈ શામજીભાઈ ચુડાસમાના પિતાશ્રી થાય છે. આ ઉપરાંત, તેઓ મીતભાઈ, માનવભાઈ, અંશભાઈ તથા રીધાનના દાદા તેમજ વિનય તથા વિરાગના નાના થાય છે.

સદ્દગતની અંતિમયાત્રા આજે તા.૧૬, ગુરુવારે સવારે ૮ કલાકે તેમના નિવાસસ્‍થાનેથી નીકળી રૈયા ગામ સ્‍મશાન ખાતે અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા.

નિવાસસ્‍થાનઃ આરાધના સોસાયટી, એરપોર્ટ રોડ, શિવાનંદ ઉદ્યાન ગાર્ડનની સામે, રાજકોટ. મુકેશભાઇઃ ૯૪૨૭૨ ૬૩૬૩૬, મીતભાઇઃ ૮૨૦૦૭ ૮૭૨૬૮, માનવભાઈઃ ૯૮૯૮૮ ૪૬૧૬૧.

સદ્‌ગતનું બેસણું આવતીકાલે તા.૧૭ના શુક્રવારે સાંજે ૫ થી ૬ શ્રી રતિયા હનુમાન મંદિર, સુભાષનગર મેઇન રોડ, રૈયા રોડ, જુના અમ્રપાલી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. અકિલા પરિવાર સાથે ચાર દાયકાથી શામજીભાઈ જોડાયેલા રહ્યા છે અને પારિવારિક નાતો રહ્યો છે.

અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, અકિલા એક્‍ઝિકયુટિવ તંત્રી નિમેશભાઈ ગણાત્રા અને અકિલા પરિવારે સદ્‌ગત શામજીભાઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

(3:05 PM IST)