<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

કુદરતી આફતો સામે ત્‍વરિત એલર્ટ આપતી ‘સચેત' મોબાઇલ એપ

નાગરિકોને ‘સચેત' એપ ડાઉનલોડ કરવા કલેક્‍ટર કચેરીનો અનુરોધઃ ડિઝાસ્‍ટર કંટ્રોલ રૂમ નં.૨૪૭૧૫૭૩ પણ જાહેર

રાજકોટ તા. ૨૨: કુદરતી આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા સુનિヘતિ કરવા અને સમયસર સાવચેતીના પગલા લઇ શકાય તે હેતુથી રાજકોટ જીલ્લા આપતિ વ્‍યવસ્‍થાપન કેન્‍દ્ર કલેકટર કચેરી દ્વારા રાજકોટ જીલ્લાના તમામ નાગરિકોને ભારત સરકારની સતાવાર આપતિ વ્‍યવસ્‍થાપન મોબાઇલ એપ્‍લિકેશન SACHET (સચેત) ડાઉનલોડ કરવા અનુરોધ કરાયો છે. નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી દ્વારા વિકસાવવામાં આવેલી આ એપ્‍લિકેશન નાગરિકોને કુદરતી આફતો સમયે જાગળત કરશે.

આ એપ નાગરિકોને પૂર, વાવાઝોડું, ધરતીકંપ, ભૂસ્‍ખલન, અને વીજળી પડવી જેવી કુદરતી આપત્તિઓ વિશે ત્‍વરિત અને ચોક્કસ ભૌગોલિક વિસ્‍તાર આધારિત વહેલી ચેતવણી આપવામાં માટે તૈયાર કરવામાં આવી છે. આ એપ્‍લિકેશનમાં ભારતીય હવામાન વિભાગ તરફથી રોજેરોજના હવામાનના અહેવાલો અને આગામી દિવસોની આગાહીઓ પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે, જેથી નાગરિકો પોતાના આગોતરા આયોજન કરી શકે.

નાગરિકો પોતાની માતળભાષામાં સરળતાથી એલર્ટ સમજી શકે તે માટે આ એપ્‍લિકેશન ગુજરાતી સહિત ૧૨ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યરત છે. એપમાં આપત્તિના સમયે શું કરવું અને શું ન કરવું, કટોકટીના સમયના મહત્‍વના હેલ્‍પલાઇન નંબરો તેમજ આપત્તિથી પ્રભાવિત વિસ્‍તારોના નકશા જેવી ઉપયોગી વિગતો પણ સમાવવામાં આવી છે.

આ એપ વેબસાઇટ લિંકઃ https://sachet.ndma.gov.in/DownloadMobileApp પર જઈને અથવા એન્‍ડ્રોઇડ યુઝર્સ ગુગલ પ્‍લે સ્‍ટોર પર અને આઇફોન યુઝર્સ એપલ એપ સ્‍ટોર પર જઈને “SACHET” સર્ચ કરીને સીધી ડાઉનલોડ કરી શકાય છે.

આપત્તિની સ્‍થિતિમાં કે આપત્તિ અંગેની માહિતી મેળવવા કે આપવા માટે રાજકોટ જિલ્લાના ૨૪/૭ કાર્યરત ડિઝાસ્‍ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર +૯૧ ૨૮૧ ૨૪૭૧૫૭૩ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્‍યુંછે.

(3:48 PM IST)