તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
આજીમાંથી ગાંડી વેલ ન કાઢી શકનાર શાસકો મેટ્રો ટ્રેન દોડાવશે !
ભાજપના ચુંટણી ઢંઢેરામાં દિવા સ્વપ્ન સમી જાહેરાતોની ભરમાર : આજી રીવર ફ્રન્ટ તથા સ્વયંભૂ રામનાથ મંદિરના પ્રશ્ને માત્ર ઠાલા વચનો

રાજકોટઃ મનપાની ચૂંટણી માટે ભાજપે આજે દિવા સ્વપ્ન સમાન ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. આવનારા પાંચ વર્ષમાં રાજકોટનો વિકાસ કેટલો થશે, શું સુવિધા મળશે સહિતના મુદે જાહેરાત કરવામાં આવી હતી.
જોકે શહેરના નગરદેવ રામનાથ મહાદેવ મંદિર પરીસરના વિકાસ અને ચોમાસામાં થતી અસહ્ય ગંદકી ને દુર કરવા શાસકપક્ષ દ્વારા છેલ્લી ઘણી ટર્મ થી વચનો અને યોજનાઓ કાગળ ઉપર મુકવામાં આવી છે. જોકે હજી સુધી રામનાથ મંદિરનું કામ શરૂ પણ નથી કરવામાં આવ્યું
તેવી જ રીતે શહેરની આજીનદીમાં ઉભી નીકળતી ગાડી વેલમાં ઉત્પન્ન થતા મચ્છરો થી રાજકોટના મોટા વિસ્તારોમાં ભારે ત્રાસ સહન કરવો પડે છે.
આમ ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં રાજકોટને મેટ્રોસિટી બનાવવા તથા મેટ્રો ટ્રેન દોડાવવા વચનો આપવામાં આવ્યા છે. ત્યારે નગરજનો પ્રશ્નો પુછી રહયા છે કે સ્વયંભૂ રામનાથ મહાદેવ તથા આજી નદી ને ચોખ્ખા ન કરી શકનાર શાસકો મેટ્રો તરફ શહેરને કઇ રીતે લઇ જશે?
(3:59 PM IST)










