તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
આંબેડકરનગરમાં રોહિત ચોૈહાણે ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દીધી
બીજી ઘટનામાં જામગઢમાં ૧૪મીથી ગૂમ રેખાબેનની તેમની જ વાડીના કૂવામાંથી લાશ મળી આવતાં અરેરાટી

રાજકોટ તા. ૨૦: આપઘાતના બે અલગ અલગ બનાવમાં એક યુવાને ઘરે ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધુ હતું. જ્યારે એક મહિલાએ કૂવામાં કુદી જિંદગી ટુંકાવી લીધી છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ આંબેડકરનગરમાં રહેતાં રોહિતભાઇ હેમંતભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૨) નામના યુવાને ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધુ હતું. તે એક ભાઇ અને એક બહેનથી નાનો અને અપરિણીત હતો. તે છુટક મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના પગલાથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બીજા બનાવમાં કુવાડવા તાબેના જામગઢમાં રહેતાં રેખાબેન કિશોરભાઇ ગોહેલ (ઉ.વ.૩૮) નામના મહિલા તા. ૧૪/૪ના ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ હતાં. દરમિયાન આજે ગામમાં આવેલી તેઓની જ વાડીના કૂવામાંથી તેમની લાશ મળી આવી હતી. તેમને સંતાનમાં એક દિકરો અને ચાર દિકરી છે. તેઓ ખેત મજૂરી કરતાં હતાં. તેમને માનસિક તકલીફ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. ઘટના કઇ રીતે બની તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે.
(3:48 PM IST)










