<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ભીલવાસ પાસે કતલખાના નજીક આરએમસીના સફાઇ કામદાર કરસનભાઇ ગોહેલ પર હુમલો

કરસનભાઇએ કહ્યું-૨ ઓક્‍ટોબર હોઇ કતલખાના બંધ રાખવાના હતાં જેથી તાળા હતાં, રાતે નિમય મુજબ પોતે તાળા ખોલવા ગયા ત્‍યારે કેટલાક શખ્‍સોને ખોટુ કરતાં હોઇ તેમને ટપારતાં આડેધડ લાફા-ધૂંબા માર્યા : બંને પક્ષના ટોળા ભેગા થઇ ગયાઃ સફાઇ કામદાર સારવાર માટે દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩: ભીલવાસ નજીક આવેલા કતલખાના પાસે રાતે માથાકુટ થઇ ગઇ હતી. જેમાં આરએમસીના સફાઇ કામદાર પર કેટલાક શખ્‍સોએ હુમલો કરી લાફા, ધૂંબા-પાટાનો માર મારતાં સારવાર માટે દાખલ થયા છે. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં વાતાવરણ ગરમ થઇ ગયું હતું. નિયમ મુજબ બીજી ઓક્‍ટોબર ગાંધી જયંતિએ કતલખાના બંધ રાખવાના હોઇ રાતે અગીયારેક વાગ્‍યે સફાઇ કામદાર તાળા ખોલવાની પોતાની ફરજ બજાવવા ગયા ત્‍યારે કેટલાક શખ્‍સો ખોટુ કરતાં હોય તેવુ લાગતાં તેને ટપારતાં હુમલો થયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ભીલવાસ નજીક ઠક્કરબાપા હરિજનવાસ-૩માં રહેતાં કરસનભાઇ લાલજીભાઇ ગોહેલ (ઉ.વ.૪૫) નામના મ્‍યુ. કોર્ર્પોરેશનના સફાઇ કામદાર       રાતે અગીયારેક વાગ્‍યે ભીલવાસ રોડ પર આવેલા કતલખાના પાસે હતાં ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ બેફામ માર મારતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. કરસનભાઇ પર હુમલો થયાની જાણ થતાં તેમના સમાજના લોકો મોટી સંખ્‍યામાં ભેગા થઇ ગયા હતાં. સામેના પક્ષે પણ લોકો ભેગા થઇ જતાં વાતાવરણ તંગ થઇ ગયુ હતું. કરસનભાઇના સમાજના લોકો પોલીસ સ્‍ટેશને દોડી ગયા હતાં અને રજૂઆત કરી હતી. પોલીસ પણ પહોંચી હતી અને મામલો શાંત પાડયો હતો.

દરમિયાન કરસનભાઇ ગોહેલે જણાવ્‍યું હતું કે હું મ્‍યુ. કોર્પોરેશનના વોર્ડ નં. ૭માં સફાઇ કામદાર છું. અમારા વિસ્‍તારમાં આવેલા કતલખાનાને બીજી ઓક્‍ટોબર ગાંધી જયંતિના દિવસે બંધ રાખવાનું હોઇ તેને આગલી રાતે તાળા માર્યા હતાં. આ પછી રાતે અગીયારેક વાગ્‍યે હું ફરજના ભાગ રૂપે તાળા ખોલવા ગયો હતો. ત્‍યારે ત્‍યાં આસપાસ કેટલાક શખ્‍સો ખોટુ કરતાં હોઇ મેં તેમને આ તમારે ન કરવું જોઇએ, આજે બધુ બંધ રાખવાનું હોય તેમ સમજાવતાં ઉશ્‍કેરાઇ ગયા હતાં અને મને મોઢા-માથામાં લાફા-ધૂંબા માર્યા હતાં. કરસનભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના છે અને સંતાનમાં એક દિકરો તથા ત્રણ દિકરી છે. તેમના કહેવા મુજબ તેમણે આ હકિકત અનુસાર પોલીસને નિવેદન આપ્‍યું છે.

(3:15 PM IST)