News of Monday, 16th November 2026
આર.કે. હાઈસ્ટ્રીટ ખાતે પૂ.જલારામ બાપાની આકર્ષક રંગોળીઃ મહાઆરતી, અન્નકૂટ-દર્શન, સંગીત સંધ્યા, મહાપ્રસાદ

રાજકોટઃ વિશ્વ વંદનીય ભક્ત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતિ નિમિત્તે શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ સ્થિત શીતલ પાર્ક પાસે આવેલા આર.કે. હાઈસ્ટ્રીટમાં વસતા રહેવાસીઓ અને આર.કે. હાઈસ્ટ્રીટ જલારામ સેવા સમિતિ દ્વારા આકર્ષક બાપાની ઝુંપડી તેમજ જલારામ બાપાની રંગોળી બનાવવામાં આવી છે. આજે સાંજે ૭ કલાકે મહા આરતી થશે. સાંજે ૫:૩૦ વાગ્યે સામૈયું, દીપમાળા તેમજ અન્નકૂટ પણ ધરવામાં આવશે. ત્યારબાદ ભક્તો માટે મહાપ્રસાદ રાખેલ છે. સંગીત સંધ્યાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જલારામ સેવા સમિતિના સભ્ય નિલેષભાઈ સુચક, હાર્દિકભાઈ ચતવાણી, આશિષભાઈ કારીયા, આશિષભાઈ કાથરાણી, વિજયભાઈ વસંત, તેમજ સમસ્ત આર કે હાઇ સ્ટ્રીટ પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે. સર્વ ધર્મ પ્રેમી જનતાને પ્રસાદ લેવા આમંત્રણ અપાયું છે.
(2:47 PM IST)










