તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 15th July 2026
ખાદ્યતેલના વધતા ભાવને કારણે સામાન્ય લોકોના ઘરેલુ બજેટ પર ફરી એકવાર માઠી અસર
સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો થતાં ભાવ રૂ. 2,820 સુધી પહોંચ્યો: કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 30નો વધારો થતાં તેનો ભાવ રૂ. 2,670 થયો

રાજકોટ : ખાદ્યતેલના વધતા ભાવને કારણે સામાન્ય લોકોના ઘરેલુ બજેટ પર ફરી એકવાર અસર જોવા મળી રહી છે. રાજકોટમાં સિંગતેલ, કપાસિયા તેલ તેમજ અન્ય ખાદ્યતેલોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો થતાં ભાવ રૂ. 2,820 સુધી પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 30નો વધારો થતાં તેનો ભાવ રૂ. 2,670 થયો છે. ઉપરાંત સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ રૂ. 10થી 30 સુધીનો વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ અનિયમિત વરસાદ, બિયારણની વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિને કારણે ખાદ્યતેલના ભાવમાં આ વધારો થયો છે.
(11:45 AM IST)










