તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
કુલ ૭૬ લાખથી વધુ રકમના ચેક રિટર્નના ત્રણ કેસોમાં રિધ્ધી સિધ્ધી કોટસ્પીનના ડાયરેકટર સહિતના આરોપીઓનો છૂટકારો
આરોપીઓ ફરિયાદપક્ષના પુરાવાનું ખંડન કરવામાં સફળ રહેલ છેઃ ત્રણ કેસોમાં ૭ આરોપીનો છૂટકારો

રાજકોટ, તા.૫: અત્રે હરીકળપા કન્સ્ટ્રકશન કું. તથા શ્રીજીકળપા કન્સ્ટ્રકશન કું તથા પિતળકળપા અર્થમુવર્સ આ ત્રણ પેઢીઓના ભાગીદાર કાનજીભાઈ કેશવભાઈ વીરડીયાએ રૂા.૨૬,૧૦,૫૦૦/- તથા રૂા.૨૫,૦૦,૦૦૦/- તથા રૂ&.૨૫,૦૦,૦૦૦/- ના કરેલ ત્રણ અલગ અલગ ચેક રીટર્ન અન્વયેના કેસોના કામે આરોપીઓ અંક્તિ સુરેશભાઈ લોટીયા, રિધ્ધિ સિધ્ધિ કોટસ્પીન પ્રા.લી. તથા તેના ડાયરેકટર અંકિત સુરેશભાઈ લોટીયા અને કાનજીભાઈ લાલજીભાઈ વેકરીયા તથા એચ.યુ.એફ.ના કર્તા સુરેશભાઈ જી. લોટીયા, નિતાબેન એસ. લોટીયા, અંકિત એસ. લોટીયા, હીમાની લોટીયા નાઓ સામેના કેસ ચાલી જતા રાજકોટના જયુડી. મેજી.એ તમામ આરોપીઓને છોડી મુકતો સીમા ચીન્હરૂપ ચુકાદો ફરમાવેલ છે.
આ ત્રણેય કેસોની હકીકત જોઈએ તો રાજકોટમાં જાગનાથ મારબલ બાજુમાં, ૪૬-બી, પંચશીલ સોસાયટી મેઈન રોડ, ગોંડલ રોડના રહીશ કાનજીભાઈ કેશવજીભાઈ વીરડીયાએ પોતાની ભાગીદારીની ત્રણ પેઢીઓ વતી ત્રણેયમાં ફરીયાદી બની ત્રણ કેસો રાજકોટની કોર્ટમાં દાખલ કરેલ કે હરીકળપા કન્સ્ટ્રકશન કું એ રૂા.૨૬,૧૦,૫૦૦/- અંકિત લોટીયાને તથા શ્રીજીકળપા કન્સ્ટ્રકશન કું એ રૂા.૨૫,૦૦,૦૦૦/- રિધ્ધિ સિધ્ધિ કોટસ્પીન પ્રા.લી. અને તેના ડાયરેકટર અંકિત લોટીયા, કાનજીભાઈ વેકરીયાને તથા પિતળકળપા અર્થમુવર્સએ રૂા.૨પ,૦૦,૦૦૦/- એચ.યુ.એફ.ના કર્તા સુરેશભાઈ લોટીયા, અંકિત લોટીયા, નિતાબેન લોટીયા, હીમાની લોટીયાને સબંધના દાવે હાથઉછીના આપેલ તે પરત કરવા આરોપીઓએ ત્રણ ચેકો રાહીઓ કરી ઈયુ કરી આપેલ જે રીટર્ન થતા જુદા જુદા ત્રણ કેસો દાખલ કરવામાં આવેલ હતા.
કોર્ટે બંને પક્ષેની મૌખીક તથા લેખીત દલીલો, ચુકાદાઓ, કેસનું રેકર્ડ લક્ષે લેતા આરોપીપક્ષેથી લંબાણ પુર્વક કરવામાં આવેલ ઉલટતપારા લક્ષે લેતા આરોપીઓ ફરીયાદપક્ષના પુરાવાઓનું મજબુત રીતે ખંડન કરવામાં સફળ રહેલ છે એટલુ જ પુરતુ ન હોય આ પુરાવાથી ફરીયાદી એકદમ અવિશ્વસનીય વ્યકિત હોવાનું રેકર્ડ પર આવેલ છે, ભાગીદારી પેઢીઓના કોઈ માન્ય કાયદેસરના સતા અધિકાર વીના ફરીયાદ દાખલ કરેલ છે, ફરીયાદવાળા બતાવેલ વ્યવહારની સમય અવધી તથા રેકર્ડ પરનો ભાગીદારી દસ્તાવેજ લક્ષે લેતા વ્યવહાર પહેલાનો જણાય છે, ફરીયાદીએ શ્રી ગોવર્ધન કોટ જીન પ્રા.લી.ના ડાયરેકટરો સાથેના તેમના સબંધે, લેખીત જવાબ ફાઈલ કરવ અને ડી.આર.ટી. તરફથી નોટીસ પ્રાપ્ત કરવા અંગે અને શ્રી ગોવર્ધન કોટ જીન પ્રા.લી. ના ડાયરેકટરે વર્ષ ૨૦૧૫ માં આરોપીના પિતાને આંક - ૮૦ થી લખેલ પત્રમાં ચેકોની સ્પષ્ટ કબુલાત છે, ફરીયાદી કોઈપણ કાયદેસર રીતે વસુલ કરી શકાય તેવા દેવાના અસ્તિત્વને સાબીત કરવામાં સંપુર્ણ પણે નીષ્ફળ ગયેલ છે આરોપીએ પોતાના બચાવમાં રજુ કરેલા તમામ દસ્તાવેજો અને ઉલટતપાસ એ સાબીત કરે છે કે વીવાદીત ચેકો સહીઓવાળા કોરા આરોપી પરીવારના ગવર્ધન કોટ જીન પ્રા.લી.ના ડાયરેકટરો ધ્વારા ફરીયાદી તેના કુટુંબીજન હોવાથી તેના મારફત દુરઉપયોગ કરાવી હાલની ફરીયાદો દાખલ કરાવવામાં આવેલ હોવાનું અને ચેકોનો દુરઉપયોગ કરવામાં આવેલ હોવાનું જણાય આવે છે એ રીતે આરોપીઓ બોકસમાં આવ્યા વગર ફરીયાદપક્ષના પુરાવાઓનું ખંડન કરવામાં સફળ રહેલ હોય તેમ માની ત્રણેય ફરીયાદ માહેથી તમામ આરોપીઓને ત્રણેય કેસોમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકતો સીમાચીન્હરૂપ ચુકાદાઓ રાજકોટની અદાલત ધ્વારા ફરમાવવામાં આવતા આ રીતે ભોગ બનેલ આરોપીઓમાં ખુશીનો માહોલ છવાય ગયેલ છે. ઉપરોકત કામના આરોપીઓ સુરેશભાઈ લોટીયા વિગેરે વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કળણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા, નીરવ દોંગા તથા મદદમાં આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ, રાજદિપ વેકરીયા, પળથ્વી ગોસાઈ રોકાયેલ હતા.
સુરેશ આર.ફળદુ
આરોપીઓના વકીલ
(4:41 PM IST)










