<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

આજીડેમ ચોકડી પાસેથી પાંચ ચોરાઉ બેટરી સાથે રિક્ષાચાલક પ્રશાંત ઝડપાયો

આજીડેમ પોલીસ મથકના પીઆઇ એચ.એન. પટેલ, પીએસઆઈ વી.જી. ડોડીયા અને ટીમની કામગીરી: હેડકોન્સ. દેવાંગભાઇ પાલા તથા ભરતભાઇ જોગીયાની બાતમી ​રીબડા, બેડી અને નવલનગરમાંથી બેટરીઓ ચોરી કર્યાની આરોપીએ કરી કબૂલાત; કુલ રૂ. ૪૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે

​રાજકોટ: શહેરમાં મિલકત સબંધી અણઉકેલાયેલા ગુન્હાઓ શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આજીડેમ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ. દેવાંગભાઇ પાલા તથા ભરતભાઇ જોગીયાને મળેલ સંયુક્ત બાતમીના આધારે આજીડેમ ચોકડી નજીકથી ચોરીની ૫ બેટરીઓ સાથે એક શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

​પોલીસે ૨૩ વર્ષીય રિક્ષા ડ્રાઇવિંગ કરતા આરોપી પ્રશાંત નિતિનભાઇ માંડલીયા (રહે. સોમનાથ સો.સા. શેરી નં.૦૩, રણુજા મંદિરની પાછળ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ) ને અટકાયતમાં લીધો છે. પોલીસે આરોપી પાસેથી યુરો પ્લસ લખેલ સફેદ કલરની બોડી વાળી બેટરી, પાવર ઝોન લખેલ કાળા કલરની બોડી વાળી બેટરી, ઇલીટો લખેલ કાળા કલરની બોડી વાળી બેટરી, એક્સાઇડ એક્સપ્રેસ લખેલ લાલ કલરની બોડી વાળી બેટરી તથા એક સફેદ કલરની બોડી વાળી બેટરી કિંમત રૂ. ૨૨,૦૦૦ અને એક બજાજ સી.એન.જી. રિક્ષા નં. GJ-03-CT-7409 (કિંમત રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૪૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

​પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત આપી હતી કે તેણે આશરે પંદર દિવસ પહેલા રીબડા ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીકથી બે આઇસર અને એક રિક્ષામાંથી કુલ ૩ બેટરી, સાતેક દિવસ પહેલા બેડી ચોકડી પાસે હાજીપીરની દરગાહ પાસેથી આઇસરમાંથી ૧ બેટરી તથા પાંચેક દિવસ પહેલા રાજકોટના નવલનગર વિસ્તારમાંથી રિક્ષામાંથી ૧ બેટરી ચોરી કરી હતી.

 

​આ કામગીરી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશ્નર હેતલ પટેલ (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાદવ (પૂર્વ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ, પો.સબ ઇન્સ. વી.જી. ડોડીયા, પો.હેડ કોન્સ. પિયુષભાઇ ચિરોડીયા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, સંજયભાઇ મિયાત્રા, હિતેશભાઇ અગ્રાavat તથા પો.કોન્સ. હરપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ પરમાર, પ્રતિકભાઇ બોરસદીયા અને સાવનભાઇ સાંગાણીએ કરી છે.

(6:59 PM IST)