તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
દૂધની ડેરી પાસે રિક્ષાચાલક કિરીટભાઇ રાઠોડનું હૃદય ધબકારા ચુકી જતાં મોત
લોધેશ્વર સોસાયટીના બેતાલીસ વર્ષના યુવાન કિશોરભાઇ ઝરીયાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૨: હૃદય રોગના હુમલાથી વધુ એક પરિવારે સદસ્ય ગુમાવ્યા છે. દુધ સાગર રોડ પર મંદિરવાળી શેરીમાં સાગર ચોકમાં રહેતાં કિરીટભાઇ ગાજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૬) નામના પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
મૃત્યુ પામનાર કિરીટભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોસકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં ગોંડલ રોડ લોધેશ્વર સોસાયટીમાં રહેતાં કિશોરભાઇ શંકરભાઇ ઝરીયા (ઉ.વ.૪૨) નામના યુવાન ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે ત્રણ બહેન અને દસ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:50 PM IST)










