તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ગાંધી સ્મૃતિ સોસાયટીમાં નિવૃત એએસઆઇ દેવદાનભાઇ ચાવડાનું હૃદય બેસી જતાં મૃત્યુ
સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ એક દિકરા ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવે છે

રાજકોટ તા. ૧૯: સામા કાઠે પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં સ્વામિનારાયણ ડેરીવાળી શેરીમાં રહેતાં નિવૃત એએસઆઇનું હૃદય બેસી જતાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. તેઓ શહેર ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતાં એએસઆઇના પિતાજી થાય છે.
જાણવા મળ્યા મુજબ ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતાં રહેતાં દેવદાનભાઇ જેસંગભાઇ ચાવડા-આહિર (ઉ.વ.૭૦) સવારે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. દેવદાનભાઇ ચાવડા પાંચ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને સંતાનમાં બે દિકરા તથા બે દિકરી છે. તેઓ નિવૃત એએસઆઇ હતા. તેમના એક દિકરા રાજેશભાઇ ચાવડા શહેર ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવે છે. પોસ્ટમોર્ટમ થતાં દેવદાનભાઇને હૃદય રોગનો હુમલો આવી ગયાનુ઼ જાહેર થયું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(3:31 PM IST)










