તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
જલારામ જન્મોત્સવ સમિતિ કાર્યાલય ખાતે ધર્મધ્વજા
ફલોટમાં જોડાવા નોંધણી ચાલુ : ચૌધરી હાઇ.થી ૧૬ તારીખે શોભાયાત્રાનું પ્રસ્થાનપંચનાથ મંદિરે વિરામ : ૧ વાગે મહાઆરતી : તમામ જલારામ ભકતો માટે મહાપ્રાસદ

રાજકોટ : શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા જલારામ જન્મોત્સવ સમિતિના કાર્યાલય શ્રી કરણપરા કેસરિયા લોહાણા મહાજન વાડી રાજકોટ ખાતે પૂજ્ય શ્રી જલારામ બાપાના ધર્મધ્વજાના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં ફ્લોટ સાથે જોડાવવા માટે નોંધણી કરવામાં આવી રહી છે તેથી તમારી વિગતો તાત્કાલિક લખાવી દેશો જેથી વાહનની વ્યવસ્થા સમયસર કરી શકાય.
આ વખતે સર્વે જલારામ ભક્તોની લાગણીને માન આપી શોભાયાત્રાનો સમય સાંજને બદલે સવારનો કરવામાં આવેલ છે. જેથી વધુને વધુ ભાવિકો સામેલ થઈ શકે.
શોભાયાત્રા તા. ૧૬.૧૧.૨૦૨૬ કારતક સુદ સાતમ ૨૨૭મી જલારામ જયંતિ સોમવારે યોજાશે. ચૌધરી હાઈસ્કૂલથી શોભાયાત્રાનું જલારામ બાપાના જયજયકાર સાથે સવારે ૧૦ વાગ્યે પ્રસ્થાન થશે જે રાજકોટના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ શ્રી પંચનાથ મહાદેવ મંદિરે બપોરે ૧ વાગે વિરામ પામશે.
પંચનાથ મંદિરે બપોર ૧ વાગે મહાઆરતી કરવામાં આવશે તથા તમામ જલારામ ભક્તો માટે પૂજ્ય શ્રી જલારામ બાપાનો મહાપ્રસાદ યોજશે. તમામ જલારામ ભક્તોને પધારવા શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમ જણાવાયું છે.
(3:17 PM IST)










