News of Friday, 27th November 2026
પ્રોજેક્ટ બાલ શિક્ષા અભિયાનનો ફરીથી પ્રારંભઃ ભાવનાબેન લીડીયા
બાળકોને શૈક્ષણિક કીટ અને નાસ્તાનું વિતરણ કરી શિક્ષણકાર્ય શરૂ કરાયું

રાજકોટઃ બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ બાલ શિક્ષા અભિયાન એક કદમ શિક્ષા કી ઓર દ્વારા વેકેશન પૂર્ણ થયા બાદ ફરી એકવાર શૈક્ષણિક પ્રવળત્તિઓ નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રોજેક્ટના સંચાલક આદિવાસી ભીલ ભાવનાબેન લીડીયા એ પ્રોજેક્ટ બાલ શિક્ષા અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું કે બાળકોમાં અભ્યાસ પ્રત્યે નવો ઉત્સાહ ઉમંગ અને આત્મવિશ્વાસ જોવા મળે છે.
શિક્ષણથી વંચિત કે જરૂરિયાત મંદ બાળકોને શિક્ષણની તક મળે અને સમાજના મુખ્ય પ્રવાહમાં આગળ વધે તેવા ઉમદા આશય સાથે કાર્ય કરવામાં આવે છે. અમો, દરેક બાળક આર્થિક પરિસ્થિતિના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા સંકલ્પ સાથે આ અભિયાન સતત કાર્યરત છે.
પ્રોજેક્ટ બાલ શિક્ષા અભિયાન એક કદમ શિક્ષા કી ઓર નો મુખ્ય ઉદ્દેશ બાળકોને શિક્ષણ આપવાની સાથોસાથ તેમનામાં સંસ્કાર, આત્મવિશ્વાસ, શિસ્ત અને જીવનમાં કંઈક બનવાની પ્રેરણા જગાવવાનો છે.
ભાવનાબેન લીડીયા આદિવાસી ભીલ એ વધુમાં જણાવ્યું કે બાળકોનું ભવિષ્ય શિક્ષણ સાથે જોડાયેલું છે.
દરેક બાળકને ભણવાની અને આગળ વધવાની સમાન તક મળવી જોઈએ. પ્રોજેક્ટ નો પ્રયાસ છે કે સમાજના જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં શિક્ષણ દ્વારા સકારાત્મક પરિવર્તન લાવી શકાય.
વેકેશનના આનંદમય માહોલ બાદ બાળકો ફરીથી શિક્ષણની મુખ્ય ધારામાં જોડાઈ અને આનંદ સાથે અભ્યાસ શરૂ કરે તેવા ઉમદા હેતુથી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે જ બાળકોને પૌષ્ટિક નાસ્તો આપીને આનંદમય વાતાવરણમાં શિક્ષણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે.
આ અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ આપતા દાતાશ્રીઓ, શિક્ષકો અને સેવાભાવી વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ સમાજના દરેક દાનવીર અને સેવાભાવી લોકોને આ અભિયાનમાં જોડાઈ બાળકોના શિક્ષણ માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
એક બાળક ભણશે, એક પરિવાર આગળ વધશે અને એક સમાજ પ્રગતિ કરશે.ઙ્ઘ પ્રોજેક્ટ બાલ શિક્ષા અભિયાન એક કદમ શિક્ષા કી ઓર ના સંકલ્પ સાથે અભિયાન ચલાવવામાં આવે છે તેમ અંતમાં જણાવ્યું છે.
(2:45 PM IST)










