<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

રાયણ, કરમદા, કાચી કેરી, ગુંદી, સફેદ જાંબુ, બખાઇ આમલી, પનું... ખરી વૈશાખી જમાવટ

જુના જમાનાનું વેકેશન એ માત્ર રજાઓ ન હતી પરંતુ યાદોનો એક મોટો ખજાનો હતો. ઉનાળો માત્ર ગરમી નહીં પણ ઉત્‍સવ હતો. ઝાડ પર ચઢીને તાજાં રાવણા, પીળીચટાક રાયણ અને ખાટાં-મીઠાં કરમદા તોડવાની એ મજા જ કંઈક અલગ હતી. કાચી કેરી પર મીઠું-મરચું ભભરાવીને ખાવું, ચીકણી ગુંદીઓનો સ્‍વાદ માણવો કે પછી સફેદ જામ્‍બુ અને પેલી જીભ કાળી કરી નાખતી બખાઈ આમલી... આ સ્‍વાદ આગળ દુનિયાની મોંઘી ચોકલેટ પણ ફિક્કી લાગે. ચોમાસાની ઋતુમાં અકલકરો નામની વનસ્‍પતિ ગિરનારની પહાડીઓમાં ઉગે છે અને તેનું શાક કે કઢી ધુંગારિયા બનાવીને આખા જૂનાગઢમાં માત્ર નાગર જ્ઞાતિના લોકોજ મોજથી જમે છે. આજની પેઢી પાસે સુવિધાઓ છે પણ આપણી પાસે સ્‍મૃતિઓ છે.

જાણીતા કલામર્મી અને અભિનેતા એવા નાગર સદગળહસ્‍થ શ્રી હેમંતભાઇ નાણાવટી (૯૮રપર૬૮૬૪પ)એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્‍ટમાં એક સુંદર મજાની પોસ્‍ટ મુકી હતી જેમાં તેમણે લખ્‍યું છે કે, ઉનાળો આવે એટલે ઉનાળુ વાનગીમાં કોઈ રોક ટોક નહીં. જેવીકે રાવણા, રાયણ, કરમદા, કાચી કેરી, ગુંદી.. વગેરે. આપણે તો જે મળ્‍યું એમાં રાજી.. સંતોષી જીવ સદા સુખી. હમણાં સફેદજાંબુ પણ બજારમાં આવ્‍યા છે એવી ખબર પડી તે મંગાવી લીધાં. આમ તો મને બધું ભાવે પણ આ સફેદ જામ્‍બુ વિશેષ ભાવે - ચાટ મસાલા સાથે ખાવાના અને ખાતા પહેલાં ઠંડા પાણીમાં પલાળી દેવાના.. હેમંતભાઇ વધુમાં લખે છે, હું રૂપાયતન (ગિરિવર ગિરનારની ગોદમાં આવેલ) ગયેલો તે તાજેતાજી બખાઇ આમલી હાથે ચડી તે પછી કંઈ મન ઝાલ્‍યુ રહે !! ખાધી ટેશથી - અમારે તો આમલીના અસંખ્‍ય વળક્ષ છે તે ખોરાક મલે એટલે પક્ષીઓ પણ ખુબ વસે !! વર્ષ આખું બાળકો નો કિલકીલાટ અને વેકેશનમાં પક્ષીઓનો કલરવ !! પ્રક્રુતિની સમીપ રહેવાનું આ જ તો કારણ છે. આજ છે અમારી વૈશાખી જમાવટ... હજી કેસર કેરીને આવવામાં વાર છે પણ કાચી કેરી છૂટથી મળે એટલે ગોળ- કેરી, પનું એવું બધું શરૂ..

આના પરથી અનેક લોકોને તેનો જમાનો યાદ આવી ગયો હશે તે નક્કી. જુના જમાનાનું વેકેશન એ માત્ર રજાઓ ન હતી પરંતુ યાદોનો એક મોટો ખજાનો હતો. આજની ટેકનોલોજી અને મોબાઈલની દુનિયાથી દૂર તે સમય સાદગી અને પરિવાર સાથેના મિલનનો સમય હતો. જૂના જમાનામાં નાનપણનું વેકેશન એટલે સાચી મોજમજા.. ન મોબાઇલ, ન ટીવીની ચિંતા બસ આખો દિવસ મિત્રો સાથે ધમાલ અને ગામડાની કુદરતી મીઠાશ!

ઉનાળામાં ઝાડ પરથી તાજાં તોડીને ખાતાં રાવણા, રાયણ, કરમદા, કાચી કેરી, ગુંદી, સફેદ જામ્‍બુ અને બખાઈ આમલીનો સ્‍વાદ આજે પણ યાદ આવે છે. ઘરે બનતું ગોળ-કેરી, ઠંડું ઠંડું પનું અને બપોરે વાડીમાં લીમડાના છાંયડે બેસીને કરેલી મોજ - એ દિવસો ખરેખર અનમોલ હતા. આજની પેઢીને કદાચ આ સ્‍વાદ અને એ નિર્દોષ આનંદનો અનુભવ ઓછો મળે પણ જુના લોકોની યાદોમાં એ ઉનાળું આજે પણ તાજું છે.

આજે વેકેશનની એ મોજ વિસરાતી જાય છે. જ્‍યારે ઉનાળો માત્ર ગરમી નહીં પણ ઉત્‍સવ હતો. આજે જ્‍યારે આપણે ‘વેકેશન' શબ્‍દ સાંભળીએ છીએ ત્‍યારે મગજમાં એસી રૂમ, સ્‍માર્ટફોન, નેટફિ્‌લક્‍સ કે કોઈ વોટરપાર્કનો વિચાર આવે છે. પણ જે લોકોએ ૮૦ કે ૯૦ના દાયકામાં બાળપણ વિતાવ્‍યું છે તેમના માટે વેકેશનનો અર્થ કંઈક અલગ જ હતો. એ સમયે ‘સ્‍ક્રીન ટાઈમ' નહીં પણ ‘ગ્રાઉન્‍ડ ટાઈમ'નો દબદબો હતો. આજનાં બાળકો કદાચ વિદેશી ફળો પાછળ ઘેલાં હશે પણ આપણા માટે તો ઉનાળાનું મેનૂ કુદરત પોતે નક્કી કરતી. બપોરના સમયે જ્‍યારે વડીલો ઊંઘતા હોય ત્‍યારે મિત્રોની ટોળકી નીકળી પડતી. ઝાડ પર ચઢીને તાજા રાવણા, પીળીચટાક રાયણ અને ખાટાં-મીઠાં કરમદા તોડવાની એ મજા જ કંઈક અલગ હતી. કાચી કેરી પર મીઠું-મરચું ભભરાવીને ખાવું, ચીકણી ગુંદીઓનો સ્‍વાદ માણવો કે પછી સફેદ જામ્‍બુ અને પેલી જીભ કાળી કરી નાખતી બખાઈ આમલી. આ સ્‍વાદ આગળ દુનિયાની મોંઘી ચોકલેટ પણ ફિક્કી લાગે.! બપોરે ઘરે આવીએ ત્‍યારે મમ્‍મીએ બનાવેલું ઠંડું-ઠંડું કેરીનું પનું જાણે અમળત જેવું લાગતું. ગોળ-કેરીનું અથાણું અને રોટલીનો એ સ્‍વાદ આજે પણ જીભ પર વસેલો છે. અને જો વાડીએ જવાનો મોકો મળે તો ઘટાદાર વળક્ષની નીચે બેસીને જે લુખ્‍ખું-સૂકું ખાતા એમાં પણ જે તળપ્તિ મળતી એ આજે ફાઈવ-સ્‍ટાર હોટલમાં પણ નથી મળતી.

 આમ તો આપણે ત્‍યાં અને વિશ્વમાં અનેક પ્રકારના છોડ કે વળક્ષ ઉગે છે અને તેમાં ઉપર વિવિધતા વાળા ફળો જોવા કે ખાવા મળે છે. મીઠાં, ખાટા, તૂરા, ખટમીઠાં કે કયારેક કડવા કે કયારેક સ્‍વાદવિહીન પણ હોય છે તો કયારેક તો એવી મૂંઝવણ થાય કે આ ફળનો સ્‍વાદ કેવો ગણવો? મોટાભાગે આવા ફળો જે તે મોસમ પ્રમાણે આવતાં હોય છે અને કુદરતે આપણી શરીર રચના પણ એવી કરી છે કે જે તે મોસમમાં એ ફળો ખાવાથી શરીરને કેટલાંક ખનીજો, વિટામીન કે પ્રોટીન મળી જતા હોય છે અને સાથે સાથે સ્‍વાદ તો ખરો જ!

ખાસ કોઈ પ્રયત્‍નો વિના કે આપમેળે ઊગી નીકળતા છોડ કે વળક્ષમાથી મળતાં ફળો માટે કોઈ ખાસ વાવેતર ન હોય અથવા ગમે ત્‍યાં ઊગી નીકળે અથવા કોઇના ઘરે, રસ્‍તે, શાળા, મંદીર, બાગ, સીમ, ચોરો કે વગડે, ખેતર શેઢે જોવા મળતાં હોય છે. જૂનાગઢમાં રાયણ, કાચી કેરી, બખાઇ આમલી, સફેદ જાંબુ આજે પણ જોવા મળે છે અને લોકો ટેસડાથી ખાય પણ છે. ચોમાસાની ઋતુમાં અકલકરો નામની વનસ્‍પતી ગિરનારની પહાડીઓમાં ઉગે છે અને તેનું શાક કે કઢી ધુંગારિયા બનાવીને આખા જૂનાગઢમાં માત્ર નાગર જ્ઞાતિના લોકોજ મોજથી જમે છે. તેમ હેમંતભાઇએ જણાવ્‍યું હતું.

આજના બાળકોને રાયણ કે ગુંદી વિશે કહો તો એ શું? તેવો પ્રશ્નો કરે.. પહેલાના જમાનામાં વનવગડાની સીમમાં આ ગુંદીનાં ઝાડ ખૂબ હતાં. લગભગ દસ બાર હાથની ઊંચાઈ વાળું આ ઝાડ ગુંદી નામે ફળ આપે. ઝૂમખામાં એકસાથે દસ પંદર ગુંદી લાગેલી હોય. લગભગ તો હાથ પહોંચી જાય એટલે આખું ઝુમખુ જ તોડી લેતા. જેમ કંદોઇ ગુંદી બનાવે અને કેસરી રંગ જામે એમ જ આ ફળ એટલું જ નાનું અને રંગે પણ કેસરી જ હોય. સ્‍વાદમાં મીઠાશ અને થોડુંક તૂરુ લાગે. ચીકાસ પણ ખરી! ખાતી વખતે જો હાથમાં ફૂટી જાય તો ચીકાસ લાગે. પાકી ગુંદી એકદમ મીઠી લાગે. એજ રીતે રાયણ કે રાયણી તરીકે ઓળખાતા આ ઝાડમાં રાયણ નામનાં એકદમ મીઠાં ફળ થાય. આ ફળ ખાતા તેમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળે અને તે ખૂબ જ મીઠુ હોય છે. પીળા રંગની રાયણ કાચી હોય ત્‍યારે લીલી હોય છે અને પછી રંગ બદલે છે ત્‍યારે એકદમ મીઠી લાગે છે. આ રાયણ ખાધા પછી હોઠ પર દૂધની તર જામી જતી હોય છે અને તે હાથથી ઉખાડી કાઢવી પડે છે! આ રાયણનું બી એટલું બધુ કડવું હોય છે કે એકવાર ભૂલથી પણ ચવાઈ ગયુ તો ઉપર કેટલી રાયણ ખાવી પડે એ નક્કી નહીં! આ રાયણ સુકવી નાંખી તેનો સુકા મેવાં તરીકે પણ વપરાશ થતો હોય છે. ખાસ તો જ્‍યારે મોળા વ્રત ચાલતા હોય ત્‍યારે છોકરીઓ તેનો સુકા ફળ તરીકે ખાવામાં ઉપયોગ કરતી હોય છે.

 આ સૂકી રાયણ પણ ખૂબ જ સ્‍વાદિષ્ટ લાગે છે. રાજકોટથી આગળ બામણબોર પાસે કયારેક તેની લારીઓ જોવા મળે છે. બાકી જૂનાગઢમાં તો અચૂક મળે. બખાઇ આમલી પણ એટલીજ મધુર લાગે. ચાટ મસાલા સાથે ખાતા મોજ પડે.

ટુંકમાં કહીએ તો આજની પેઢી પાસે સુવિધાઓ છે પણ આપણી પાસે ‘સ્‍મળતિઓ' છે. ભલે સમય બદલાયો હોય પણ એ ઉનાળાની બપોર, મિત્રોનો સાથ અને ગામડાની એ માટીની સુગંધ આપણા હૃદયના એક ખૂણે આજે પણ અકબંધ છે. ખરેખર એ દિવસો અનમોલ હતા અને હંમેશા રહેશે.! 

પ્રશાંત બક્ષી

(2:53 PM IST)