<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

પત્‍નિ રિસામણે ગયા બાદ ગૂમસુમ રહેતાં રવિ વાઘેલાનો આપઘાત

લાખાજીરાજ ઉદ્યોગનગરમાં બનાવઃ પરિવારજનો લગ્નમાંથી આવ્‍યા ત્‍યારે દિકરો લટકતો જોવા મળ્‍યો ગળાફાંસો ખાઇ લીધોઃ છ મહિનાની પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૨૨: ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર-૯માં રહેતાં રવિભાઇ લાલજીભાઇ વાઘેલા (ઉ.વ.૨૮) નામના યુવાને રાતે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી પીયુષભાઇ મારફત થતાં થોરાળા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જી. ડી. શિયાર સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રવિભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. સંતાનમાં છ મહિનાની દિકરી છે. પોતે કુરીયરનું કામ કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

રવિભાઇના પત્‍નિ નમ્રતાબેન ચારેક દિવસ પહેલા કોઇ કારણોસર સામા કાંઠે માવતરે રિસામણે ગયા હતાં. ત્‍યારથી રવિભાઇ ગુમસુમ રહેતો હતો. ગઇકાલે તેના ભાઇ જયેશભાઇની સાળીના ચોટીલા ખાતે લગ્ન હોઇ પરિવારજનો ત્‍યાં ગયા હતાં. રાતે બધા પરત ઘરે આવ્‍યા ત્‍યારે રવિભાઇ લટકતો જોવા મળ્‍યો હતો. આ બનાવથી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

(3:49 PM IST)