<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

રાશનકાર્ડ EKYCકામગીરી ૯૮.૧૫% પૂરી..

પ્રધાનમંત્રી પોષણ યોજનાની સમીક્ષાઃ નાગરિક પૂરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી..

રાજકોટ, તા.૧૮: રાજકોટ જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને રાજકોટ શહેર - જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પ્રધાનમંત્રી પોષણ યોજનાની જિલ્લાકક્ષાની સ્‍ટીયરિંગ કમ મોનીટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે ે યોજાયેલી આ બેઠકમાં રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩, આવશ્‍યક ચીજવસ્‍તુઓના જથ્‍થા, પુરવઠા અને વહેંચણી, ‘‘વન નેશન, વન રાશન કાર્ડ'' યોજના, વાજબી ભાવની દુકાનોની તપાસ, રાશન કાર્ડ ઈ.કે.વાય.સી., સેન્‍ટ્રલ બેન્‍ક ડિજિટલ કરન્‍સી સહિતની બાબતે તાલુકાવાર અહેવાલની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્‍ટરશ્રીએ વાડી વિસ્‍તાર સુધી રાશનકાર્ડનો લાભ પહોંચાડવા પર ભાર મૂકયો હતો. આ તકે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજય ઝાપડાએ રાશન કાર્ડ ઈ.કે.વાય.સી.ની કામગીરી ૯૮.૧૫ પૂર્ણ થઈ હોવાનું જણાવ્‍યું હતું.

આ ઉપરાંત, પી.એમ. પોષણ યોજનાની બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું હતું કે, બાળકોના સ્‍વાસ્‍થ્‍ય અને સ્‍વચ્‍છતાને ધ્‍યાનમાં રાખતા,‘‘સ્‍વચ્‍છ હાથ, પોષણ સાથ'' પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રસોઈયાઓને હેન્‍ડ , કેપ, એન આપવામાં આવશે. આ બેઠકમાં મુખ્‍યમંત્રી પૌષ્ટિક અલ્‍પાહાર યોજના, મધ્‍યાહન ભોજન યોજના, બાળકો અને શાળાઓની સંખ્‍યા, સ્‍કૂલ ન્‍યુટ્રીશન કિચન ગાર્ડન, નવા ભોજનશેડ બાંધકામ અને અંદાજીત બજેટ, દાતાઓના સહયોગથી મંજૂર થયેલા ડાઇનિંગ ટેબલ, કિચન-કમ-સ્‍ટોર નવા બનાવવા અને રીપેરિંગ, અધિકારીઓની રૂબરૂ મુલાકાત અને તપાસણી, તાલુકાકક્ષાએ તિથી ભોજન અને લોકભાગીદારી વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે કલેક્‍ટર કોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સબિલિટી હેઠળ ખાનગી કંપનીઓના સહયોગથી પોષણની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા માર્ગદર્શન આપ્‍યું હતું

(2:32 PM IST)