તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
શુક્રવારે સમસ્ત પ્રજાપતિ સમાજના રાસોત્સવ
ત્રણ થી ચાર હજાર ખેલૈયાઓ રાસે રમશે, કુલ ૨૮ ઇનામો, સ્થળ પરથી જ પાસ મળશે

રાજકોટઃ શ્રી સોરઠિયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટ દ્વારા ૧૦૮ મેડિકલ સહાય યોજના અંતર્ગત આયોજીત પ્રજાપતિ યુવા સમાજના યુવા ધન દ્વારા સમસ્ત પ્રજાપતિ રાસોત્સવનું આયોજન તા.૯ના શુક્રવારે ‘સનાતન રાસોત્સવ' શીતલ પાર્ક આર.કે વલ્ડ ટાવર વાળી શેરી, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે કરવામાં આવેલ છે. એક લાખ વોલ્ટ સાઉન્ડ સિસ્ટમ્સના સથવારે નવા જ અંદાઝમાં ડાંડિયાની રમઝટ બોલાવવામાં આવશે.
પ્રિન્સ-પ્રિન્સેસને ઈનામો આપવામાં આવશે.અક્ષરવાસી શામજીભાઈ જેરામભાઈ જેઠવા, અક્ષરવાસી વિજયાબેન શામજીભાઈ જેઠવા, અક્ષર નિવાસી પ્રફુલભાઈ શામજીભાઈ જેઠવા, શ્રીમતી સુધાબેન પ્રફુલભાઈ જેઠવા, અશીશભાઈ પ્રફુલભાઈ જેઠવા, શ્રી ઈશ્વરભાઈ પ્રફુલભાઈ જેઠછા (યોગી ગ્રુપ-કોંગો, આફ્રિકા)નો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
રાસોત્સવમાં જાણીતા સંગીતકાર દ્વારા પ્રાચીન અને જુના-નવા હિન્દી ગીતોની ધૂમ મચાવાશે. સાથે મસ્ત મજાનું ગ્રાઉન્ડ પર ઓપન સ્ટેજની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુ વિગતો માટે (મો.૯૯૦૪૭ ૩૭૮૦૫) ઉપર સંપર્ક કરી શકાય છે.
આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ પાણખાણીયા, માનદમંત્રી, નૈમિષભાઈ ગઢવાણા માનદમંત્રી, કુમનભાઈ પાણખાણીયા, વિશાલભાઈ દેવળીયા, કાંતિભાઈ પાણખાણીયા, હિરેનભાઈ ગાધેર, આશુતોષભાઈ ચાવડા, મનસુખભાઈ ભલસોડ, વિમલભાઈ ગઢવાણા, તુષારભાઈ ગોહેલ, કેયુરભાઈ ગાધેર, સંજયભાઇ ચાંદેગરા, દિવ્યેશભાઈ ધોકયા, ચેતનભાઈ ધેડીયા, કૌશિકભાઈ દેવળીયા, ચંદ્રેશભાઈ લાડવા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:53 PM IST)










