<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ભાડા વધારાની માંગણીસર રેપીડો રીક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શનઃ રેલી યોજીઃ હડતાલ

ભાડુ ઘટતા રીક્ષા ચાલકોની હાલત કફોડી બની હોવાનો આક્ષેપ, મોટી સંખ્‍યામાં શાષાી મેદાનમાં એકઠા થયા રીક્ષા ચાલકો

રાજકોટઃ શહેરના રસ્‍તાઓ પર દોડતી રેપિડો બાઇક ટેક્‍સીના ડ્રાઇવરોએ હવે કંપનીની ‘શોષણખોરી' સામે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અને ભાડાના દરમાં થઈ રહેલા અન્‍યાય મુદ્દે આજે રાજકોટ રેપિડો ડ્રાઇવર યુનિયન દ્વારા આક્રમક વલણ અપનાવી કંપનીને સ્‍પષ્ટ શબ્‍દોમાં અલ્‍ટીમેટમ આપી દેવામાં આવ્‍યું છે. જો આજદીન સુધીમાં ડ્રાઇવરોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો સમગ્ર શહેરમાં રેપિડોની સેવાઓ સંપૂર્ણપણે ઠપ કરવાની અને ભવ્‍ય વિરોધ રેલી કાઢવાની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.

ડ્રાઇવર યુનિયનના જણાવ્‍યા અનુસાર, કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા ભાડાના દરોમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. ડ્રાઇવરોનો આરોપ છે કે જે સેવામાં ડ્રાઇવરને યોગ્‍ય વળતર મળવું જોઈએ, ત્‍યાં માત્ર નજીવી રકમ પધરાવી દેવામાં આવે છે, જ્‍યારે ખરેખર ન્‍યાયી દર રૂા.૧૨આસપાસ હોવો જોઈએ. મોંઘવારીના આ જમાનામાં પેટ્રોલના ભાવ અને મેન્‍ટેનન્‍સ સામે કંપની દ્વારા અપાતું વળતર અપૂરતું હોવાથી ડ્રાઇવરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આજે યોજાયેલી બેઠકમાં ડ્રાઇવરોએ બેનરો સાથે સૂત્રોચ્‍ચાર કર્યા હતા અને પોતાની એકતા પ્રદર્શિત કરી હતી. યુનિયને જાહેર કર્યું છે કે કંપની પાસે માંગણીઓ સ્‍વીકારવા માટે ૫ તારીખ સુધીનો જ સમય છે જો ડેડલાઇન સુધીમાં ભાવ વધારો નહીં થાય, તો તમામ ડ્રાઇવરો એપ લોગ-આઉટ કરી કામગીરી બંધ કરી દેશે.

 જવાબદારી કંપનીનીઃ આ આંદોલન દરમિયાન જો કોઈ કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સર્જાય કે મુસાફરોને હાલાકી પડે, તો તેની સંપૂર્ણ જવાબદારી રેપિડો કંપનીના મેનેજમેન્‍ટની રહેશે.

રાજકોટમાં હજારો લોકો રોજિંદા પરિવહન માટે રેપિડો પર નિર્ભર છે. જો ડ્રાઇવરો સામૂહિક હડતાળ પર ઉતરશે, તો નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે કંપની ડ્રાઇવરોની માંગ સામે નમે છે કે પછી રાજકોટના રસ્‍તાઓ પર ‘ચક્કાજામ'ની સ્‍થિતિ સર્જાય છે.

(3:50 PM IST)