તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
જિલ્લા પંચાયતમાં ધડાધડ ગ્રાન્ટ ફાળવણીઃ નવા ૧૦ સભ્યો દ્વારા રૂા.૫ થી ૨૫ લાખ કામો સૂચવાયા
સમિતિઓની રચના ભલે બાકી હોય, સભ્ય તરીકે કામગીરી શરૂ કરી દીધી સભ્ય દિઠ વાર્ષિક રૂા. ૩૫ લાખ ગ્રાન્ટઃ પ્રમુખે ૨૧ લાખ, ઉપપ્રમુખે ૧૪ લાખ ફાળવ્યા

રાજકોટ, તા.૨૫: જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોએ ગ્રાન્ટ ફાળવણીની કામગીરી શરૂ કરી દીધી છે. પંચાયતમાં ભાજપના ૩૪, કોંગ્રેસના ૧ અને આમ આદમી પાર્ટીના ૧ સહિત કુલ ૩૬ સભ્યો ચુંટાયેલા છે. આ વખતના બજેટની જોગવાઇ મુજબ પ્રત્યેક સભ્યને પોતાના મતક્ષેત્ર માટે વાર્ષિક રૂા. ૩૫ લાખ સુધી ગ્રાન્ટ મળવાપાત્ર છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧૦ જેટલા સભ્યોએ પ્રજાકીય કાર્યો માટે રૂા. ૫ થી ૨૫ લાખ સુધીના કામો વહીવટી તંત્રને સૂચવી દીધા છે. ફાળવવામા઼ આવેલી કુલ ગ્રાન્ટનો આંકડો એક કરોડ ઉપર થાય છે. અન્ય સભ્યો હવે ગ્રાન્ટ ફાળવશે.
જિલ્લા પંચાયતમાં ગઇ તા. ૨૬ એપ્રિલે સામાન્ય ચુંટણી થયેલ. તા. ૨૮ એપ્રિલે પરિણામ આવતા ફરી ભાજપનું શાસન આવ્યું છે. તા. ૨૬મેએ પ્રમુખ તરીકે સંજય પીપળીયા અને ઉપપ્રમુખ તરીકે સામત ગાંભવાએ શાસન સંભાળ્યું છે. સમિતિઓની રચના હજુ અધ્ધરતાલ છે. સભ્યોએ ગ્રાન્ટ ફાળવણીના પત્રો આપવાનું શરૂ કરી દીધુ છે. ેવર બ્લોક, સ્ટ્રીટલાઇટ, સ્મશાનની દિવાલ વગેરે માટે કામો સૂચવાયા છે. પ્રમુખે ૨૧ લાખના અને ઉપપ્રમુખ ૧૪ લાખના કામ પોતાના મત વિસ્તાર માટે સૂચવ્યા છે. વહીવટી પ્રક્રિયા પછી કામ શરૂ થશે અમૂક કામોમાં ચોમાસાના કારણે વિલંબ થવાની શકયતા છે.
જે સભ્યોએ ગ્રાન્ટ ફાળવણી કરી છે. તેમાં પ્રમુખ સંજય પીપળીયા, ઉપપ્રમુખ સામત બાંભવા, સભ્યો નરશીભાઇ સોજીત્રા, જસ્મીનભાઇ પીપળિયા, શ્રધ્ધાબેન મકવાણા, જયાબેન ગોવાણી, અમિતભાઇ ગોહેલ, રમીલાબેન મુકેશભાઇ મેર, સરોજબેન ઊંધાડ, અર્જૂનભાઇ ખાટરીયા, વગેરેનો સમાવેશ થાય છે.
(2:40 PM IST)










