<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

છોકરાએ ગાળો દેતાં લાફા મારનાર કૃષ્‍ણસિંહની ગોળી ધરબી હત્‍યા રણજીતે બે ગોળી ધરબી પછી તેના છોકરાઓએ બૂમો પાડી-પપ્‍પા હજી ગોળી મારો!

શેરીમાં વારંવાર બંબાટ સ્‍પીડથી બૂલેટ હંકારી રેસ કરતાં નવલનગરના અભિમન્‍યુ વાળાને કૃષ્‍ણસિંહ જાડેજાએ ઠપકો દેતાં તેણે તેના ભાઇ રાજવીરને બોલાવ્‍યોઃ રાજવીરે ‘તે શું મારા ભાઇ સાથે લપ કરી?' કહી ગાળો દેતાં વાત વણસીઃ કૃષ્‍ણદેવસિંહ જાડેજાએ તેને લાફા મારી લીધાઃ બાદમાં બંને ભાઇએ પોતાના પિતા રણજીત વાળાને ફોન કર્યોઃ રણજીત વાળાએ આવી ૪ ભડાકા કર્યા : વચ્‍ચે પડેલા કૃષ્‍ણસિંહના પિતરાઇ દાદા રહેન્‍દ્રસિંહ જાડેજાને માથામાં બંદુકના કૂંદા ફટકારતાં ગંભીર ઇજાઃ તેઓ સારવાર હેઠળઃ તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીએ હત્‍યાનો ભોગ બનનારના માસીયાઇ ભાઇ કુલદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી રણજીત વાળા, તેના બે પુત્રો સામે ગુનો નોંધ્‍યોઃ આરોપીઓને ઝડપી લેવા તજવીજ : રાજકોટના નાના મવા ગામતળ શેરી નં. ૪માં રાતે હત્‍યાથી ખળભળાટ

ક્રુર હત્‍યા: નાના મવા ગામતળ શેરી નં. ૪માં રહેતાં કૃષ્‍ણસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૩૨) નામના યુવાને શેરીમાંથી બંબાટ સ્‍પીડથી બૂલેટ હંકારી નીકળતાં છોકરાઓને ટપારતાં છોકરાઓએ ગાળો દતાં તેને લાફા મારી લેતાં આ છોકરાઓએ પોતાના પિતા રણજીત વાળાને ફોન કરી બોલાવ્‍યા બાદ રણજીત વાળાએ ફાયરીંગ કરી કૃષ્‍ણદેવસિંહની હત્‍યા કરી નાંખી હતી અને વચ્‍ચે પડેલા કૃષ્‍ણસિંહના પિતરાઇ દાદા રહેન્‍દ્રસિંહ જાડેજાને પણ માથામાં રિવોલ્‍વરના કુંદા ફટકારી ગંભીર ઇજા પહોંચાડી હતી.  તસ્‍વીરમાં જ્‍યાં હત્‍યા થઇ તે સ્‍થળ, ઘટના સ્‍થળે ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરી, તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણી અને ટીમો તથા ઘટના સ્‍થળે મોટી સંખ્‍યામાં સગા સ્‍વજનો, લોકો, ફૂટેલુ કાર્ટીસ અને સીસીટીવીનું દ્રશ્‍ય તથા નીચે ડાબી તરફ હત્‍યાનો ભોગ બનેલા કૃષ્‍ણસિંહ હરદેવસિંહ જાડેજાનો નિષ્‍પ્રાણ દેહ અને તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૯: શહેરના નાના મવા રોડ પર મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનવાળા રોડ પર નાના મવા ગામતળ શેરી નં. ૪માં રહેતાં અને ધ્રાંગધ્રામાં હોટેલ ધરાવતાં કૃષ્‍ણસિંહ હરદેવસિંહ જાડેજા  નામના યુવાને શેરીમાં બંબાટ સ્‍પીડથી બૂલેટ લઇને નીકળતાં, રેસ કરતાં છોકરાને ટપારતાં તેણે તેના ભાઇને બોલાવતાં તેની સાથે બોલાચાલી થતાં બાદમાં આ છોકરાઓના પિતાએ આવી ફાયરીંગ કરી કૃષ્‍ણસિંહને બે ગોળી ધરબી દઇ હત્‍યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. વચ્‍ચે પડેલા કૃષ્‍ણસિંહના પિતરાઇ દાદા રહેન્‍દ્રસિંહને પણ માથામાં બંદૂકના કુંદા ફટકારી ગંભીર ઇજા પહોંચાડાઇ હતી. પિતા ફાયરીંગ કરતાં હતાં ત્‍યારે તેના બંને દિકરાઓ બૂમો પાડી પાડીને કહેતાં હતાં કે-આને હજી ગોળી મારો, આને મારી જ નાંખો, આ જીવતો ન રહેવો જોઇએ!

જાણવા મળ્‍યા મુજબ નાના મવામાં રહેતાં કૃષ્‍ણસિંહ જાડેજા નામના યુવાન રાતે ઘર બહાર હતાં  ત્‍યારે તેમને અભિમન્‍યુ વાળા નામના છોકરા અને અન્‍ય છોકરા સાથે બોલાચાલી થઇ હતી.  આ છોકરાઓ વારંવાર શેરીમાંથી ફુલ સ્‍પીડથી બૂલેટ હંકારી નીકળતાં હોઇ, રેસ કરતાં હોઇ તેને કૃષ્‍ણસિંહ આ રીતે બૂલેટ હંકારવાની ના પાડી હોઇ તો પણ સમજતાં ન હોઇ ગત રાતે પણ આ રીતે બૂલેટ લઇ નીકળતાં અભિમન્‍યુ નામના છોકરાને આ બાબતે ઠપકો દેતાં તેણે ફોન કરી પોતાના ભાઇ રાજવીરને બોલાવતાં રાજવીરે આવી તેં કેમ મારા ભાઇ સાથે લપ કરી?  કહી ગાળો દેતાં તેને કૃષ્‍ણસિંહે બે-ત્રણ ઝાપટ મારી લેતાં બાદમાં અભિમન્‍યુના કહેવાથી તેના ભાઇ રાજદિપે  ફોન કરી તેના પિતા રણજીત વાળાને બોલાવતાં રણજીત વાળાએ આવી બે રાઉન્‍ડ હવામાં ફાયર કર્યા બાદ બે ફાયર કૃષ્‍ણસિંહ ઉપર કરતાં તેમને પેટ, માથામાં ગોળી ખુંપી ગઇ હતી. આ વખતે તેમના પિતરાઇ દાદા રહેન્‍દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા (ઉ.વ.૬૦) વચ્‍ચે પડતાં તેમને પણ બંદુકના કુંદા મારી માથામાં ઇજા કરી હતી. બંનેને ગિરીરાજ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યાં રહેન્‍દ્રસિંહને તબિબે દાખલ કર્યા હતાં અને કૃષ્‍ણસિંહને મૃત જાહેર કર્યા હતાં.

હત્‍યાના આ બનાવની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરી, એસીપી ક્રાઇમ ભરત બસીયા, તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણી તેમજ ડી. સ્‍ટાફ, ક્રાઇમ બ્રાંચ, એસઓજીનો કાફલો ઘટના સ્‍થળે અને હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો. તાલુકા પોલીસે આ બનાવમો હત્‍યાનો ભોગ બનેલા કૃષ્‍ણસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૩૨)ના માસીના દિકરા કુલદિપસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૪૦-રહે. નાના મવા ગામતળ શેરી નં. ૪, આશાપુરા કૃપા, મોકાજી સર્કલ પાસે)ની ફરિયાદ પરથી નવલનગર વિસ્‍તારના રણજીત વાળા, તેના બે દિકરા અભિમન્‍યુ રણજીત વાળા અને રાજવીર વાળા તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે.

કુલદિપસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહું છું અને ખેતી કામ કરી ગુજરાન ચલાવુ છું. બુધવારે તા. ૮ના રાતે નવેક વાગ્‍યે હું  જમીને અમારી શેરીમાં વોકીંગ કરવા નીકળેલ હ તો. ત્‍યારે આશરે સાડા નવેક વાગ્‍યાના સુમારે શેરીમાં મારા માસીના દીકરા કળષ્‍ણસિંહ હરદેવસિંહ જાડેજા તથા ત્રણ છોકરા સાથે ઉભા હતા. જેથી હું ત્‍યાં ગયેલ તો આ કળષ્‍ણસિંહ ત્‍યાં છોકરા સાથે બોલાચાલી કરતા હતા. જેથી મેં પુછતા મને જણાવેલ કે આ છોકરાઓ અવાર નવાર આ રોડ પરથી બૂલેટ સ્‍પીડમાં ચલાવી નીકળે છે અને હલ્લાબોલ કરે છે તેમને રોડ પર બૂલેટ ઘીમે ચલાવવા બાબતે અવાર નવાર કહેલ છે તેમ છતાં તે બુલેટ લઈને નીકળે છે, અને આજે પણ બૂલેટ લઈને નીકળેલ અને બૂલેટ સ્‍પીડમા રેસ કરતા હોઇ જેથી મેં તેને રોકેલ હતા તેમ કહ્યું હતું.

આ દરમિયાન આ ત્રણ છોકરામાંથી એક છોકરો હતો તેણે બીજા છોકરાને બોલાવેલ તે છોકરો પણ જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ. જેથી કળષ્‍ણસિંહે તે છોકરાને ઝાપટ મારી હતી. આ વખતે  મે બંનેને જુદા પાડયા હતાં. બાદમોં કળષ્‍ણસિંહે છોકરાનુ નામ પુછતા તણે પોતાનું નામ અભિમન્‍યુ હોવાનું કહ્યું હતુંઉ તેમજ પોતાના પિતાનું નામ રણજીતભાઇ વાળા હોવાનું જણાવ્‍યું હતું.

આ પછી અભિમન્‍યુએ કહેલું કે-ઉભા રહો હમણા મારા ભાઇ રાજવીરને બોલાવું, તેમ કહી તેણે કોઇને ફોન કરેલ અને ફોનમા કહેલ કે અમારે અહી ટીઆરપી ગેમ ઝોનવાળા રોડે લપ થઇ છે તું જલ્‍દી આવ. ત્‍યારબાદ પાંચેક મિનિટમા એક છોકરો એકટીવા લઇને આવ્‍યો હતો અને કળષ્‍ણસિંહની સામે ઉભા રહીને પુછેલુ કે શું છે તમારે? મારા ભાઈની સાથે કેમ લપ કરી ? આ વખતે મારા માસીયાઇ ભાઇ કળષ્‍ણસિંહ જાડેજા આ છોકરા સાથે વાત કરતા હતા, ત્‍યા એકટીવામાં આવેલ છોકરો પણ કળષ્‍ણસિંહને જેમફાવે તેમ ગાળો આપવા લાગ્‍યો હતો. જેથી કળષ્‍ણસિંહએ આ છોકરાને બે-ત્રણ ઝાપટ મારી દીધેલ. ત્‍યારબાદ અભિમન્‍યુ બાજુમાંથી બોલ્‍યો હતો કે ભાઈ તું આપણા પપ્‍પાને બોલાવ .

ત્‍યારપછી રાજવીરે ફોન લગાડીને કહેલું કે પપ્‍પા તમે અહી ટીઆરપીવાળા રોડ પર આવો . અહી મને અને અભિમન્‍યુને એક અંકલે મારી લીધેલ છે. ત્‍યારબાદ મેેં કળષ્‍ણસિંહને કહેલ કે આ છોકરાઓ સાથે આપણે માથાકુટ નથી કરવી ચાલ ઘરે જઈએ. આ પછી કળષ્‍ણસિંહ તથા હું કળષ્‍ણસિંહના ઘરે જતાં રહ્યા હતાં અને ફળિયામાં હીંચકા પર બેઠા હતાં. આ પછીે કળષ્‍ણસિંહ ફાકી ખાતા હોવાથી હીંચકા પરથી ઉભા થઇ ગેઇટ બહાર પગથીયા પર ઉભા રહી શેરીમાં થુંકવા ગયા હતાં.

તે વખતે અચાનક શેરીમાં દેકારો થતાં હું પણ હીંચકેથી ઉભો થઇ કૃષ્‍ણસિંહ પાસે જતાં તેમણે શેરીમાં  નજર કરી મને કહેલ કે આ આપણે લપ થઈ હતી તે લોકો પાછા આવી ગયા છે. આ વખતે આ લોકો ગાળાગાળી કરવા માંડતા કળષ્‍ણસિંહ શેરીમાં જતાં સામે અભિમન્‍યુ તેમજ રાજવીર ગાળો દઈને બોલતા હતા કે -આ જો અમારો બાપ આવી ગયો. એટલુ કહેતાં જ તેના પિતા રણજીત વાળાએ તેના હાથમાં રહેલ બંદુકથી હવામાં ફાયરીંગ કરેલ અને કળષ્‍ણસિંહ તેને રોકવા જતાં તેના બંને છોકરા અભિમન્‍યુ અને રાજવીર પણ કળષ્‍ણસિંહની સાથે મારામારી કરવા લાગેલ અને બોલતા હતા કે-પપ્‍પા આને પતાવી જ દયો આપણુ નામ જ કેમ લીધું? આ પછી ત્રણેય ભેગા મળી કળષ્‍ણસિંહને  મારવા લાગેલા અને હું પણ આ દરમ્‍યાન વચ્‍ચે પડતાં મને રણજીતે ધક્કો મારી દીધો હતો અને કૃષ્‍ણસિંહ પર બે રાઉન્‍ડ ફાયરીંગ કર્યા હતાં.

બનાવની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, એસીપી બી. જે. ચોૈધરી, તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણી, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. એલ. ડામોર અને ટીમ તેમજ તાલુકા ડી. સ્‍ટાફ, એસઓજી, એલસીબીની ટીમોએ ઘટના સ્‍થળે હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. (૧૪.૫)

વોકીંગમાં નીકળેલા માસીયાઇ ભાઇ કુલદીપસિંહ છોકરાઓ સાથે લપ નથી કરવી કહી કૃષ્‍ણસિંહને ઘરે લઇ આવ્‍યાઃ થોડીવાર પછી છોકરાઓ તેના પિતા રણજીતને લઇ ફરી ડખ્‍ખો કરવા આવ્‍યા ફાકી થુંકવા બહાર નીકળ્‍યા ત્‍યાં જ ફાયરીંગ થયા

ઞ્જહત્‍યાનો ભોગ બનેલા કૃષ્‍ણસિંહના માસીયાઇ ભાઇ કુલદીપસિંહ જાડેજા પણ બાજુમાં જ નાના મવા-૪માં રહે છે. કુલદિપસિંહ વોકીંગમાં રાતે નીકળ્‍યા ત્‍યારે કૃષ્‍ણસિંહ સાથે ત્રણેક છોકરા લપ કરતાં હોઇ કુલદીપસિંહે તેમને શું થયું પુછતાં કૃષ્‍ણસિંહે કહેલું કે છોકરા વારંવાર શેરીમાંથી બંબાટ સ્‍પીડથી બૂલેટ લઇ નીકળે છે અને રેસ કરે છે, સમજાવવા છતાં સમજતાં નથી. આ દરમિયાન એક છોકરાએ તેના ભાઇને બોલાવતાં તેણે આવી કૃષ્‍ણસિંહને ગાળો દેતાં કૃષ્‍ણસિંહે તેને લાફા મારી લીધા હતાં. પછી કુલદિપસિંહ આપણે માથાકુટ નથી કરવી કહી કૃષ્‍ણસિંહને ઘરે લઇ ગયા હતાં. બંને હીંચકામાં બેઠા હતાં. એ પછી કૃષ્‍ણસિંહ ફાકી ખાતા હોઇ થુંકવા માટે બહાર ગયા ત્‍યાં છોકરાઓ અને તેના પિતા રણજીત વાળા ઘર સુધી આવી ગયા હતાં અને મારામારી કરી હતી. રણજીતે સીધા જ બે ભડાકા હવામાં અને બે ભડાકા કૃષ્‍ણસિંહ ઉપર કરી દીધા હતાં. (૧૪.૫)

હત્‍યાના આરોપીઓને ક્રાઇમ બ્રાંચે સરધાર નજીકથી કાર સાથે સકંજામાં લઇ લીધા

 ઞ્જનાના મવામાં કૃષ્‍ણસિંહ જાડેજાની ગોળી ધરબી ક્રુર હત્‍યા કરી ભાગી ગયેલા આરોપી રણજીત વાળા સહિત ત્રણને ક્રાઇમ બ્રાંચની ટીમે બપોરે સકંજામાં લઇ લીધાનું જાણવા મળ્‍યું છે. આધારભુત સુત્રોએ જણાવ્‍યા મુજબ આરોપીઓને ઝડપી લેવામાં આવ્‍યા છે અને હવે પછી પોલીસ સ્‍ટેશને લાવી તેની વિસ્‍તૃત પુછતાછ કરવામાં આવશે. હાલ તો હત્‍યા પાછળ સામાન્‍ય બોલાચાલી જ હોવાનું બહાર આવ્‍યું છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની ટીમોએ આરોપીઓને ઝડપી લેવા રાતભર દોડધામ કરી હતી. એલસીબી, તાલુકા પોલીસની ડી. સ્‍ટાફની ટીમોએ પણ મહેનત આદરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે પગેરૂ દબાવી કારમાં ભાગી રહેલા આરોપીઓને સરધાર પાસેથી સકંજામાં લઇ લીધા હતાં. (૧૪.૬)

હત્‍યાનો ભોગ બનનાર કૃષ્‍ણસિંહના કાકા અને ઇજાગ્રસ્‍ત રહેન્‍દ્રસિંહના પુત્ર પોલીસમાં ફરજ બજાવે છે

ઞ્જહત્‍યાનો ભોગ બનેલા કૃષ્‍ણસિંહના કુટુંબી કાકા ગોપાલસિંહ જાડેજા યુનિવર્સિટી પોલીસમાં ફરજ બજાવે છે. આ ઘટનામાં જેમને માથામાં ઇજા પહોંચી છે તે રહેન્‍દ્રસિંહ જાડેજા સારવાર હેઠળ છે, તેઓ ગોપાલસિંહના પિતા થાય છે.

છોકરાઓએ-જો અમારો બાપ આવી ગયો કહેતાં જ તેના પિતા રણજીતે ભડાકા કર્યા

ઞ્જમાથાકુટ કરનારા છોકરાઓએ કૃષ્‍ણસિંહને ગાળો ભાંડી હતી તેથી કૃષ્‍ણસિંહે લાફા મારી લીધા હતાં. આ પછી છોકરાઓએ પોતાના પિતા રણજીત વાળાને બોલાવ્‍યા હતાં. તે આવતા જ છોકરાઓએ-આ જો અમારો બાપ આવી ગયો તેમ કહ્યું હતું. એ સાથે જ રણજીતે બે રાઉન્‍ડ હવામાં અને બે રાઉન્‍ડ કૃષ્‍ણસિંહ પર ફાયર કરી દીધા હતાં. પોતાના પિતા આવ્‍યા બાદ છોકરાઓએ પપ્‍પા આને પતાવી જ દ્‌યો આપણું નામ કેમ લીધું? તેમ કહી પિતાને ઉશ્‍કેર્યા હતાં. (૧૪.૫)

હત્‍યાનો ભોગ બનેલા કૃષ્‍ણસિંહ પરિવારના એકના એક પુત્રઃ ધ્રાંગ્રધામાં હોટેલ ચલાવતાં હતાં: માસુમ દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ જાડેજા પરિવારમાં કલ્‍પાંત

ઞ્જહત્‍યાનો ભોગ બનેલા કૃષ્‍ણસિંહ હરદેવસિંહ જાડેજા તેમના પરિવારના એકના એક પુત્ર હતાં. તેઓ એક બહેનથી નાા હતાં અને હોટેલનો વ્‍યવસાય ધરાવતાં હતાં. તેમજ નાના મવામાં જમીન મકાનના ધંધામાં પણ મોટુ નામ ધરાવતાં હતાં. કૃષ્‍ણસિંહના માતા-પિતા હયાત છે. કૃષ્‍ણસિંહને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. માસુમ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. ઘટનાની જાણ થતાં ક્ષત્રિય સમાજના આગેવાનો, જાડેજા પરિવારના લોકો તેમજ નાના મવા  વિસ્‍તારના જાડેજા પરિવારના આગેવાનો મોટી સંખ્‍યામાં  હોસ્‍પિટલે અને પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્‍યા હતાં. કૃષ્‍ણસિંહ જાડેજાની હત્‍યાથી પરિવારમાં અને આસપાસના વિસ્‍તારમાં પણ શોક છવાઇ ગયો છે. (૧૪.૫)

(2:33 PM IST)