તા. ૨૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૪ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
શાપર-વેરાવળના લેન્ડગ્રેબીંગના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રેન્જની ટીમે ઝડપી લીધો

રાજકોટ, તા. રરઃ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં ફરાર રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ દ્વારા ફરાર આરોપીઓને શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના કુલદિપસિહ ચુડાસમા, વકારભાઇ અરબ તથા અનિરુધ્ધસિહ જાડેજાને મળેલ ચોકકસ હકિકત આધારે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર-વેરાવળ પો.સ્ટે.ના લેન્ડ ગ્રેબિંગના ગુન્હામા ફરાર રહેલ આરોપી હિતેષભાઇ વાલજીભાઇ કોરાટ રહે. વેરાવળ(શા.) તા.કોટડાસાંગાણી નાઓને ગોવિંદભાઇ ઉર્ફે ગાંડુભાઇ મેઘાણી પટેલ રહે. રાજકોટ નાઓની માલીકીની પાળ ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાંથી પકડી પાડી હસ્તગત કરી રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર-વેરાવળ પો.સ્ટે. ખાતે સોંપી આપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(2:51 PM IST)










