તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
રિલાયન્સ કંપનીમાંથી પ૯ લાખના દાણાના ઠગાઇના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રેન્જની ટીમે ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે દેઠેલ) સાથે રેન્જની ટીમ નજરે પડે છે.
રાજકોટ, તા. ૨૭: જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારની રીલાયન્સ કંપનીમાંથી પી.પી.દાણા ૫૯ મેટ્રીક ટન કિંમત રૂપીયા ૫૯ લાખના વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજકોટ રેન્જ ટીમે ઝડપી લીધો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય દ્વારા નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સૂચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પો.ઇન્સ. શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો.સ.ઇ. પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, એસ.પી.ગોહિલ, એ.વાય.ઉધાસ તથા સ્ટાફના કુલદિપસિંહ ચુડાસમા, નિકુલભાઇ પંપાણીયા, રવિરાજસિંહ વાળા, અનિરુધ્ધસિંહ જાડેજા મળેલી હકીકત આધારે જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના પાર્ટ એ ગુ.ર.નં. ૦૭૮૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૪૦૬, ૪૦૭, ૪૨૦, ૧૧૪ મુજબના રીલાયન્સ કંપની માંથી પી.પી.દાણા ૫૯ મેટ્રીક ટન કિંમત રૂપીયા ૫૯ લાખના વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપી ભરત કલાભાઇ કેરાસીયા રહે. ગામ-રંધોળા, તા.ઉમરાળા જિ.ભાવનગર નાઓને ચોટીલા એસ.ટી. બસસ્ટેન્ડ પાસેથી હસ્તગત કરી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે અને જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.
(2:13 PM IST)










