News of Saturday, 7th November 2026
રાંદલ માતાજીનું સ્વયંભૂ પ્રાગટય સ્થાન રાંદલના દડવાઃ દડવાની દાતાર
સંતાન પ્રાપ્તિ માટે માનતા સંદર્ભે દુરદુરથી લોકો આવે છે મહંતશ્રી રમેશ પ્રગટબાપુ, અશ્વિન પ્રગટબાપુ, પ્રકાશ પ્રગટબાપુ, દેવ પ્રગટબાપુ, પૂર્વ પ્રગટબાપુ દ્વારા અવિરત સેવાકીય યજ્ઞ ચલાવવામાં આવે છે

રાજકોટ, તા. ૭: અમરેલી જીલ્લામાં આવેલ કુંકાવાવ તાલુકાનું દડવા ગામ રાંદલ માતાજીનું સ્વયંભૂ પ્રાગટય સ્થાન ગણાય છે. અહીં સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખવા દુરદુરથી લોકો આવે છે. આ સ્થાનનું અનોખું ધાર્મિક-પવિત્ર-અલૌકીક મહત્વ વર્ષોથી રહયું છે.
રાંદલના દડવા-દડવાની દાતાર તરીકે ઓળખાતું આ પવિત્ર સ્થળ ખાતે વિદ્વાન મહંત શ્રી રમેશ પ્રગટબાપુ, શ્રી અશ્વિન પ્રગટબાપુ, શ્રી પ્રકાશ પ્રગટબાપુ, શ્રી દેવ પ્રગટબાપુ તથા શ્રી પૂર્વ પ્રગટબાપુ દ્વારા અવિરત સેવાકીય યજ્ઞ ચલાવવામાં આવી રહયો છે. ‘દિકરા દેવાવાળી માં' નામથી ઓળખાતા આ સ્થળે કંઇક અલગ જ હકારાત્મક અનુભૂતિ થતી હોવાનું વિશાળ ભાવિકગણ જણાવી રહયો છે. દિવાળીના તહેવારો-રજાઓ દરમ્યાન પણ અહીં લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે.
(3:37 PM IST)










