<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

નાણાવટી ચોક પાસે રામેશ્વર પાર્ક મેઈન રોડ પર રેપીડો ચાલકે કર્યો ડખ્ખો

મહિલાએ સ્પેશિયલ રિક્ષા હોઈ પુરૂષ મુસાફરને ઉતારી દેવાનું કહેતા લાફા મારી ખૂનની ધમકી દીધી : પોલીસમેનના પત્ની પાયલબેન બગડાની રેપીડો ચાલક વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ: શહેરમાં રેપીડો રિક્ષાના ચાલકે મુસાફર એવા પોલીસમેનના પત્નીને લાફા મારી ખૂનની ધમકી આપતાં ફરિયાદ થઈ છે. રેપીડો ચાલકે પુરૂષ મુસાફરને સાથે બેસાડતા મહિલાએ તેને ઉતારી મુકવાનું કહેતા આ માથાકૂટ થઈ હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે માધાપર ચોકડી સદગુરૂ પાર્કમાં રહેતા પોલીસમેનના પત્ની પાયલબેન કિશનભાઈ બગડા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો છે. પાયલબેન સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ  સ્ટાફની નોકરી કરે છે. પાયલબેનના પતિ નોકરી ઉપર ગયા બાદ તેણે અને તેના મોટા બહેન નીરૂબેને કણકોટ શનિવારી બજારમાં જવા માટે ઘરેથી રેપીડો રિક્ષા હતી. થોડી વાર બાદ રીક્ષા આવી હતી. તેમાં પહેલેથી જ એક પેસેન્જર  બેસેલો હતો. બંને બહેનો તેમાં બેસી -શનિવારી તરફ જવા નીકળ્યા હતા.

રિક્ષામાં બેસેલ પેસેન્જર સરખો બેસતો નહીં હોવાથી ચાલકને 'અમે સ્પેશ્યલ રિક્ષા બંધાવેલ છે, અમે બે લેડીઝ હોવા છતાં કેમ પેસેન્જર જેન્ટસને બેસાડો છો’ કહેતાં ચાલકે નાણાવટી ચોક પાસે તેને ઉતારી દીધો હતો. ત્યાર બાદ તે પેસેન્જરના પૈસા નહીં મળતાં લાગી આવતાં રિક્ષાચાલકે આગળ રામેશ્વર પાર્ક મેઈન રોડ પર આ વાતને લઈ રિક્ષા ઉભી રાખી બંનેને ઉતરી જવા કહ્યું હતી પોતે નીચે ઉતારી હાથ ઉપાડી લીધો હતો. તેની બહેને વચ્ચે પડી તેને વધુ મારથી છોડાવી હતી. બાદમાં રિક્ષાચાલકે જતાં-જતાં 'હમણાં બીજા રિક્ષાવાળાને બોલાવું છું. અહીંયા જ તમારા હાથ-પગ ભાંગી જાનથી મારી નાંખીશ, કોઈને ખબર પણ નહીં પડે" તેવી ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:19 AM IST)