<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સવાણી કિડની હોસ્‍પિટલના દર્દીઓ-ટ્રસ્‍ટીઓ સાથે રમેશભાઈ ટીલાળાનો સદ્‌ભાવપૂર્ણ સંવાદ

 

રાજકોટઃ સૌરાષ્‍ટ્રની નામાંકિત બી.ટી.સવાણી કિડની હોસ્‍પિટલ ખાતે ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળાએ શુભેચ્‍છા મુલાકાત લઈ વિશ્વસ્‍તરીય સારવાર સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. અને દર્દીઓના ખબર-અંતર પૂછી તેમની સાથે વાતચીત કરી હતી. રમેશભાઈએ ડોક્‍ટર્સ, નર્સિંગ સ્‍ટાફ તથા સમગ્ર મેડિકલ ટીમ માનવતાભરી સેવાઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે રમેશભાઈએ જણાવ્‍યું હતું કે, બી.ટી.સવાણી કિડની હોસ્‍પિટલ દ્વારા માત્ર રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્‍ટ્રને માટે કિડની સારવા અંગે શ્રેષ્‍ઠ કામગીરી કરી રહેલ છે. આધુનિક ટેક્‍નોલોજી, સેવાભાવી અભિગમના કારણે દર્દીઓને નવી આશા અને ઉત્તમ સારવાર મળી રહી છે. આ પ્રસંગે સૌરાષ્‍ટ્ર કિડની રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટના ચેરમેન  નાનાલાલ મકવાણા, મેનેજિંગ ટ્રસ્‍ટી  અરુણભાઈ પટેલ અને ખજાનચી રમેશભાઈ પટેલ ઉપસ્‍થિત રહેલ. ટ્રસ્‍ટી પ્રતીકકુમાર ડઢાણીયા, સીઈઓ ડો.વિશાલ ભટ્ટ ચથમ સીએઓ રશ્‍મિન ગોર સાથે ચર્ચા કરી હતી. ધારાસભ્‍યશ્રીએ સમગ્ર હોસ્‍પિટલ પરિવારને તેમના સેવાકીય કાર્યો માટે અભિનંદન પાઠવ્‍યા હોવાનું રમેશભાઈના અંગત મદદનીશ અભિષેક વાડોદરીયાએ જણાવ્‍યું છે

(3:28 PM IST)