<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

રમેશભાઈ ટીલાળાએ એઈમ્‍સ હોસ્‍પિટલની મુલાકાત લીધી

 

રાજકોટઃ પારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીવાળાએ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્‍થા (એઈમ્‍સ) ટાજકોટની  મુલાકાત લઈ હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ આધુનિક ખારોગ્‍ય સેવાઓ. સારવાર વ્‍યવસ્‍થા તથા દર્દીઓને મળતી સુવિધાઓની વિસ્‍તૃત સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન ધારાસભ્‍યશ્રીએ એઈમ્‍સ ના એક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર પ્રો ડો. એલ એન. દોરાઇરાજન, ડેપ્‍યુટી ડિરેક્‍ટર વેફટનન્‍ટ કર્નલ અંકર પ્રતાપ સિહ, મેડિકલ સૂપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડો. પિકી સાહુ તેમજ ડો. કૃપાલ જોશી (એચડી, સીએફએમ એન્‍ડ એસોસીએટ ડીન રિસર્ચ) સાથે બેઠકમાં હોસ્‍પિટલમાં ઉપવબ્‍ધ આયુનિક આરોગ્‍ય સુવિધાઓ, દર્દીઓને અપાતી સારવાર, નવી આરોગ્‍ય સેવાઓના વિસ્‍તરણ, સંશોયન પ્રવૃત્તિઓ તેમજ ભવિષ્‍યમાં વધુ અસરકારક અને દર્દી કેન્‍દ્રિત આરોગ્‍ય સેવાઓ ઉપલબ્‍ધ કરાવવા અંગે વિસ્‍તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ત્‍યારબાદ ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળાએ  હોસ્‍પિટલના કેન્‍સર રેડિયેશન થેરાપી સેન્‍ટર ઇમરજન્‍સી વિભાગ તેમજ ઇન્‍ટેન્‍સિવ કેર યુનિટ (આઈસીયુ) ની મુલાકાત લઇ વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન હોસ્‍પિટલમાં સારવાર થઈ રહેવા દર્દીઓની રૂબરુ મુવાકાત કરી તેમના ખબર-અંતર પૂછવા તેમની સારવાર અંગે માહિતી મેળવી તેમજ દર્દીઓને ગુણવત્તાસભર અને સમયસર સારવાર મળી રહે તે માટે તબીબો અને હોસ્‍પિટલના અધિકારીઓ સાથે થર્યા કરી જરૂરી સૂચનો આપ્‍યા હતા.

તેઓએ હોસ્‍પિટલના તબીબી, નર્સિગ સ્‍ટાફ અને આરોગ્‍ય કર્મચારીખો દ્વારા દર્દીઓની નિષ્ઠાપૂર્વક કરવામાં આવી રહેવી સેવાની પ્રશંસા કરતાં જણાવ્‍યું હતું કે એઈમ્‍સ રાજકોટ આજે સમગ્ર સૌરાષ્ટ્ર માટે ખાશીવદિપ આરોગ્‍ય સંસ્‍થા બની રહી છે. ‘‘પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્‍વ હેઠળ દેશના આરોગ્‍ય ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન આવ્‍યું છે. રાજકોટ એઈમ્‍સ ના કારણે સૌરાષ્ટ્રના વાખો વોકોને હવે આત્‍યાધુનિક અને વિશ્વસ્‍તરીય સારવાર પોતાના વિસ્‍તારમાં જ ઉપલબ્‍ધ બની છે. દરેક દર્દીને સમયસર, ગુણવત્તાયુક્‍ત અને સુલભ આરોગ્‍ય સેવા મળે તે અમારી સરકારની સર્વોચ્‍ચ પ્રાથમિકતા છે. એઈમ્‍સ ના તબીબો અને સમગ્ર આરોગ્‍ય ટીમ દર્દીઓની સેવામાં જે સમર્પણભાવથી કાર્ય કરી રહી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. ભવિષ્‍યમાં પણ નાગરિકોને વધુ શ્રેષ્ઠ આરોગ્‍ય સુવિધાઓ ઉપલબ્‍ધ થાય તે માટે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર સતત પ્રતિબદ્ધ રહેશે.

આ મુલાકાત દરમિયાન ફાલ્‍કન ગ્રુપના શ્રી જગદીશભાઇ કોટડીયા, કીય ઇન્‍ડસ્‍ટ્રીઝના શ્રી નીતિનભાઈ હાંયાણી, શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીઅલ એસોસિએશનની ટીમ તેમજ વિવિધ અગ્રણી ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ અંગત મદદનીશ, અભિષેક વાડોદરીયાએ અખબારી યાદીમાં જણાવ્‍યું હતું.

(2:18 PM IST)