<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ગુલાબનગરના રમેશભાઇ ખસીયાનું હૃદય બંધ પડી જતાં મૃત્‍યુ નિપજ્‍યું

શ્રીનાથજી સોસાયટીના ભરતભાઇ ડેરનું બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ

રાજકોટ તા. ૨૫: હૃદય બંધ પડી જવાથી કોઠારીયા સોલવન્‍ટ ગુલાબનગર-૨૨માં રહેતાં રમેશભાઇ પોપટભાઇ ખસીયા (ઉ.વ.૫૫)નું મૃત્‍યુ થયું છે.

રમેશભાઇ પોતાના ઘરે સાંજે હતાં ત્‍યારે એકાએક તબીયત બગડતાં બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્‍યુ થયું હતું. સગાના કહેવા મુજબ હાર્ટએટેક આવી ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રમેશભાઇ નિવૃત જીવન જીવતા હતાં. તેઓ ચાર બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકાર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં મવડી પ્‍લોટ શ્રીનાથજી સોસાયટી-૧૧માં રહેતાં ભરતભાઇ કાનાભાઇ ડેર (ઉ.વ.૪૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ભરતભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરીછ ે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. પેટમાં પાણી ભરાઇ જવાની તકલીફ હોવાનું સગાએ કહ્યું હતું. પોલીસે મૃત્‍યુનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:38 PM IST)