<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

સાત હનુમાન દાદા મંદીરના મહંતશ્રી ત્રિભોવનદાસ કુબાવત પરિવાર દ્વારા કાલથી રામચરીત માનસ જ્ઞાનયજ્ઞ

પોથીયાત્રા, શિવ વિવાહ, રામ જન્‍મોત્‍સવ, સીતાજી-રામજી વિવાહ, કેવટ પ્રસંગ સહિતના ધર્મભીના પ્રસંગો ઉજવાશે : વ્‍યાસપીઠ પર શ્રી મુકુંદદાસજી મહારાજ (જલલપુર-ટંકારા) રસપાન કરાવશે : કથા સ્‍થળશ્રી સાત હનુમાન મંદિર, અમદાવાદ હાઇ-વે, કુવાડવા રોડ નવાગામ આણંદપર, રાજકોટ

અકિલા કાર્યાલય ખાતે કાલથી શ્રી સાત હનુમાન દાદા મંદીર ખાતે કુબાવત પરીવાર દ્વારા યોજાનાર શ્રી રામ ચરીત માનસ જ્ઞાનયજ્ઞ અંગે માહીતી આપતા ગાદીપતી મહંતશ્રી ત્રિભોવનદાસ કુબાવત, હિમાંશુભાઇ ચિનોય, કેતનભાઇ સોલંકી, જગદીશભાઇ કુબાવત, આશીતભાઇ સાતા નજરે પડે છે. (૪.૧૨)

રાજકોટ, તા., ર૩: શહેરના અમદાવાદ હાઇવે સ્‍થિત શ્રી સાત હનુમાનદાદા મંદીરના ગાદીપતી મહંતશ્રી ત્રિભોવનદાસ કુબાવત તથા કુબાવત પરિવાર દ્વારા આવતીકાલથી શ્રી મુકુંદદાસજી મહારાજ (જબલપુર-ટંકારા) વાળાના વ્‍યાસાસને શ્રી રામચરીત માનસ જ્ઞાનયજ્ઞનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કથાનો મંગલ પ્રારંભ કાલે તા.૨૪ને મંગળવારના રોજ થશે. કથા સમય સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૩ થી ૬ રહેશે. જયારે કથા તા.ર ડીસે.ને બુધવારના રોજ વિરામ પામશે.

કથાના પાવન પ્રસંગો પોથી યાત્રા/કથા પ્રારંભ તા. ૨૪ ને મંગળવાર, બપોરે ર (નવાગામ ચોરે), શ્રી શિવ વિવાહ તા. ૨૫ ને બુધવાર, સાંજે શુભ ચોઘડીયે, શ્રી રામ જન્‍મોત્‍સવ તા. ૨૬ને ગુરૂવાર, બપોરે ૧૨ કલાકે , સીતા રામજી વિવાહ તા. ૨૭ ને શુક્રવાર, સાંજે શુભ ચોઘડીયે, કેવટ પ્રસંગ તા. ૨૮ને શનિવાર, શુભ ચોઘડીયે, ભરત મિલાપ (શ્રી ચરણ પાદુકા પુજા) તા. ૨૯ને રવિવાર, શુભ ચોઘડીયે, શબરી મૈયા, નવધા ભકિત તા. ૩૦ને સોમવાર, શુભ ચોઘડીયે યોજાશે.

શ્રી રામેશ્વર મહાદેવ પુજન તા.૧ ડિસે.ને મંગળવાર, સાંજે શુભ ચોઘડીયે તથા શ્રીરામ રાજયભિષેક, કથાવિરામ તા.ર ડિસે.ને બુધવાર, બપોરે શુભ ચોઘડીયે થશે. આ પ્રસંગે રાંદલ માતાજીના ૧૦૮ લોટા તા. ૨૯ને રવિવાર, સવારે ૭-૩૦ કલાકે તથા ગોરણી પ્રસાદ બપોરે ૧૧-૩૦ કલાકે રાંદલ માં નો આનંદનો ગરબો સાંજે પ-૩૦ થી ૭ કલાકે રાખેલ છે. તેમજ શ્રી મારૂતી યજ્ઞ તા. ર ડિસે.ને બુધવાર સવારે ૭ કલાક થી ૧૨ કલાકે યોજાશે.

શહેરની ધર્મપ્રેમી જનતાને  શ્રી સાત હનુમાન દાદા મંદિર, સ્‍વ. મહંતશ્રી વલ્લભદાસ જેરામદાસ કુબાવત, સ્‍વ. મહંતશ્રી મુળદાસ જેરામદાસ કુબાવત, મહંતશ્રી ત્રિભોવનદાસ મુળદાસ કુબાવત, શ્રી જગદિશદાસ મુળદાસ કુબાવત તથા કુબાવત પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયુ છે. મો. ૯૨૬૫૬ ૦૧૧૫૪, ૯૦૯૯૦ ૨૦૭૧૪, ૮૨૩૮૬ ૭૪૪૭૮.

(3:21 PM IST)