તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
દિવાળી,નૂતન વર્ષ,ભાઈબીજ પર્વની શુભેચ્છા પાઠવતા રામભાઈ મોકરીયા

રાજકોટ, તા.૭: ભારતીય સંસ્કળતિના પાવન, પવિત્ર અને મંગલમય વારસાને ઉજાગર કરતા પ્રકાશના મહાપર્વ દિવાળી, વિક્રમ સંવતના નૂતન વર્ષના પ્રારંભ તથા ભાઈ-બહેનના અતૂટ સ્નેહ, પ્રેમ અને લાગણીના પ્રતીક સમાન ભાઈબીજના પવિત્ર તહેવારોના સુખદ અવસરે પૂર્વ સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ સમગ્ર ગુજરાત તથા સૌરાષ્ટ્રની જનતાને હૃદયપૂર્વકની હાર્દિક શુભેચ્છાઓ અને મંગલમય અભિનંદન પાઠવ્યાં છે.
દીપાવલી પર્વની શુભેચ્છા પાઠવતાં રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, આવનારૂ નવુ વર્ષ દરેકના જીવનમાં સુખના સોનેરી સોપાનો, સફળતાની નવી સિદ્ધિઓ, સ્વાસ્થ્યની અમૂલ્ય ભેટ, પરિવારની ખુશીઓ અને સમળદ્ધિના અખૂટ અવસરો લઈને આવે. દરેક ઘરના આંગણે આનંદના તોરણ બંધાય, દરેક હૃદયમાં સ્નેહનો દીપ પ્રજ્વલિત રહે અને સમગ્ર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં શાંતિ, સલામતી, એકતા, ભાઈચારો અને વિકાસની અવિરત ધારા વહેતી રહે તેવી પરમકળપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી હતી. સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ, નૂતન વર્ષાભિનંદન અને ભાઈબીજના પાવન પર્વની મંગલમય વધાઈ.
(રામભાઇ મોકરીયા મો. ૯૯૨૫૧ ૧૮૯૯૯)
(3:30 PM IST)










