News of Wednesday, 17th June 2026
પરમાર પરિવારના બે થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે કાલે રામામંડળ

રાજકોટ : ગામ જીયાણા, કુવાડવાના રહેવાસી રમેશભાઇ પરમારના બે દિકરા પૃથ્વી અને રાજવીર જે થેલેસેમિયા પીડીત હોય અને તેને બીએમટી એટલે કે બોનમેરો ટ્રાન્સફર કરવા માટે આર્થિક સહાયની જરૂરીયાત હોય એ માટે બાબા ગૃપ સર્વે સમાજ કોઠારીયા રાજકોટ દ્વારા ગુરૂવારે રાત્રે ૯ વાગે બાબા ગૃપ કોઠારીયા આરોગ્ય કેન્દ્ર સામે કોઠારીયા મેઇન રોડ, કોઠારીયા રાજકોટ ખાતે રામા મંડળનું આયોજન કરેલ છે.
ધર્મપ્રેમી જનોને આમંત્રણ અપાયું છે. વધુ વિગત માટે મો. ૯૯૦૪૩ર૩૭૬૬ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:10 PM IST)










