તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
હરિવંશ નારાયણસિંહજી રાજ્યસભાના ઉપસભાપતિપદે ચૂંટાતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ શુભેચ્છા પાઠવી
“દાયિત્વપૂર્ણ પદ લોકતાંત્રિક મૂલ્યોને વધુ સશક્ત બનાવે તેવી મંગલકામના”: રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ હરિવંશ નારાયણ સિંહને અભિનંદન પાઠવ્યા, સદનની ગરિમા વધશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ

રાજકોટ : હરિવંશ નારાયણ સિંહજીને રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાવા બદલ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે આપનું આ દાયિત્વપૂર્ણ પદ લોકતાંત્રિક મૂલ્યોને વધુ સશક્ત બનાવે તેવી મંગલકામનાઓ છે. તેમણે વધુમાં કહ્યું કે હરિવંશ નારાયણ સિંહજીના લાંબા સંસદીય અનુભવ અને નિષ્પક્ષ કાર્યશૈલીને જોતા તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યસભાની ગરિમા વધુ વધશે.
રાજ્યસભા જેવા ઉચ્ચ સદનમાં ઉપસભાપતિનું પદ અત્યંત ગૌરવપૂર્ણ અને મહત્વનું ગણાય છે. સદનની કાર્યવાહીને સુચારૂ રૂપે ચલાવવા તથા સંસદીય પરંપરાઓને આગળ વધારવામાં ઉપસભાપતિની ભૂમિકા મહત્વની હોય છે. હરિવંશ નારાયણ સિંહ જીની ચૂંટણીને તમામ પક્ષોના સભ્યોએ આવકારી છે અને લોકશાહીના આ મંદિરમાં બંધારણીય મૂલ્યો સાથે સદનનું સંચાલન થાય તેવી અપેક્ષા રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા એ વ્યક્ત કરી છે.
(1:11 PM IST)










