<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

રાજુભાઇ મકવાણાએ બિમારીની વધુ પડતી દવા પી લેતાં મોત

ચુલાની આગને કારણે ઝુપડુ બળી ગયા બાદ ગુમસુમ રહેતાં હતાં

રાજકોટ તા. ૧૭: ઉપલેટાના રસુલપરામાં રહેતાં રાજુભાઇ મધુભાઇ મકવાણા (ઉ.વ.૪૫) નામના આધેડએ માનસિક બિમારીની વધુ પડતી દવા પી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. અગાઉ ચુલાની આગને કારણે તેનું ઝુપડુ સળગી ગયું હોઇ ત્‍યારથી તે ગુમસુમ રહેતાં હતાં. બાદમાં આ પગલુ ભરી લીધુ હતું. રાજુભાઇએ પરમ દિવસે ૧૫મીએ રાતે નવેક વાગ્‍યે ઝેરી દવા પી લેતાં ઉપલેટા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. અહિ આજે મોત થતાં ઉપલેટા પોલીસને જાણ કરાઇ હતી. રાજુભાઇ છુટક મજુરી કરતાં હતાં. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. સગાના કહેવા મુજબ ચુલાની આગને કારણે રાજુભાઇનું ઝુપડુ બળી ગયા બાદ તે ગુમસુમ રહેતાં હતાં. માનસિક તકલીફ જેવુ થઇ જતાં તેની દવા ચાલુ હતી. આ દવા વધુ પી જતાં મોત થયું હતુ઼. 

(3:14 PM IST)