તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ગુજરાત સ્થાપના દિન નિમિતે વિશ્વભરના ખમીરવંતા ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટ તા.૩૦: જય જય ગરવી ગુજરાતના ગાન સાથે આજે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. ૧ મે ૧૯૬૦ના રોજ સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલું આપણું ગુજરાત આજે વિકાસના વૈશ્વિક નકશા પર પોતાની અમીટ છાપ છોડી રહ્યું છે. આ અવસરે ભાજપ પ્રદેશ અગ્રણી રાજુભાઈ ધ્રુવે વિશ્વભરના ખમીરવંતા ગુજરાતીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, પહેલી મેનો દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ વિશ્વના ખૂણે ખૂણે વસતા અબાલ-વળદ્ધ ગુજરાતીઓ માટે સ્વાભિમાનનો ઉત્સવ છે. ગુજરાતની ભવ્ય કલા-સંસ્કળતિ, સંતો, શૂરવીરો અને સાહિત્યકારોએ આ ભૂમિને પોતાના લોહી અને પરસેવાથી સીંચી છે. ગુજરાતના ઘડતરમાં અનેક મહાનુભાવોનો ફાળો રહ્યો છે.
આ ભૂમિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની છે. અહીંના સાહિત્ય અને અસ્મિતાના ભેખધારીઓ આદ્ય કવિ નરસિંહ મહેતા, કવિ નર્મદ, ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુનશી,ઉમાશંકર જોશી તેમજ અધ્યાત્મ અને સંસ્કારના સ્વામી દયાનંદ સરસ્વતી, સહજાનંદ સ્વામી, દાદા મેકરણ, સંતશ્રી જલારામબાપા, રણછોડદાસજી મહારાજ, સંતશ્રી મોટા સહિત અનેક સંતો દ્વારા અન્નક્ષેત્રો-સેવાશ્રમો થકી અનોખી સંત પ્રણાલી તથા ક્રાંતિવીરો શ્યામજી કળષ્ણ વર્મા, સરદારસિંહ રાણા અને મેડમ કામા જેવા દેશભક્તોએ ગુજરાતનું નામ દેશ-દુનિયામાં રોશન કર્યું છે.
વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત. આઝાદી સંગ્રામના શૌર્યભર્યા ઇતિહાસની ભૂમિ એટલે ગુજરાત. ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતની યશગાથા અને સમળદ્ધ વારસામાં દરેક ગુજરાતીનું યોગદાન છે. નામી-અનામી જેણે-જેણે ગુજરાતના ઘડતરમાં યોગદાન આપ્યું છે તે સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે.
જે રીતે ગુજરાતે ભૂતકાળમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, તેમ આગામી સમયમાં પણ આ પવિત્ર ભૂમિ વિકાસ અને જનકલ્યાણના માર્ગે અગ્રેસર રહેશે. તમામ ગુજરાતીઓ પોતાના ઈતિહાસ અને સંસ્કળતિ પર ગૌરવ લેતા રહે અને ગુજરાત હરહંમેશ પ્રગતિ કરતું રહે તેવી જ અભ્યર્થના સાથે ગુજરાતની સાહસિક પ્રજા અને સમર્થ નેતળત્વના સથવારે આપણું ગુજરાત ગૌરવવંતું હતું, છે અને સદાય રહેશે તેમ અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવાયુ છે.
(3:38 PM IST)










