News of Thursday, 25th June 2026
પત્નિ રિસામણે જતાં મોટામવામાં ૩૭ વર્ષના રજનીભાઇ સનુરાનો ગળાફાંસો ખાઇ આપઘાત
નાનો ભાઇ ઘરે આવ્યો ત્યારે મોટો ભાઇ લટકતો દેખાયોઃ બનાવથી માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીનીઃ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ જે. વાય. ગોહિલે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૫: આત્મહત્યાની વધુ એક ઘટના બની છે. મોટા મવા સ્મશાન પાછળ રહેતાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પત્નિ રિસામણે જતી રહી હોઇ એકલાવાયા જીવનથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જાણવા મળ્યા મુજબ શહેરના મોટામ મવા સ્મશાન પાછળ આવેલી જૂની સ્કૂલ નજીક રહેતાં રજનીભાઇ નાનજીભાઇ સનુરા (ઉ.વ.૩૭) નામના યુવાને સાંજે પોતાના ઘરે એકલા હતાં ત્યારે છતના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. નાનો ભાઇ સાંજે મજુરીએથી ઘરે આવ્યા બાદ મોટા ભાઇને લકટતો જોતાં હતપ્રભ થઇ ગયો હતો અને દેકારો મચાવી મુક્યો હતો. ઘરના બીજા સદસ્યો, આસપાસના લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. તેના તબિબે રજનીભાઇને મૃત જાહેર કરતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએઅસાઇ જે. વાય. ગોહિલે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર રજનીભાઇ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં દસ વર્ષનો દિકરો છે. થોડા સમય પહેલા તેના પત્નિ રિસામણે જતાં રહ્યા હોઇ ત્યાંથી તે ગુમસુમ રહેતો હતો. એકલાવાયા જીવનથી કંટાળી જઇ આ પગલુ ભર્યાની શક્યતા સગાએ જણાવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઈ જે.વાય.ગોહીલે વિશેષ કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
અમરનગરના સુરેશભાઇનું બેભાન હાલતમાં મૃત્યુ
અન્ય એક બનાવમાં મવડી અમરનગર-૧ શેરી નં. ૨ ચામુંડા પાનવાળી શેરીમાં રહેતાં સુરેશભાઇ કાંતિભાઇ કનેરીયા (ઉ.વ.૫૩) ઘરે રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સુરેશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ એક બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે દિકરા છે. સગાના કહેવા મુજબ મૃતકને કેન્સરની બિમારી હતી.
(2:19 PM IST)










