<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

નરેન્‍દ્રભાઈ સાથે રાજકોટનો આત્‍મીય નાતો

 

 રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જ્‍યારે હજી ગુજરાતના મુખ્‍મંત્રીશ્રી પણ બન્‍યા ન હતા ત્‍યારથી એટલે કે દાયકાઓથી રાજકોટ સાથે અતુટ નાતો રહ્યા છે. પ્રસ્‍તુત તસ્‍વીર અઢી દાયકા પૂર્વેની છે. જ્‍યારે રાજકોટથી વિધાનસભા ચૂંટણી લડવા તેઓશ્રી આવ્‍યા હતા એ સમયે રાજકોટની આદિત્‍ય હોટલના શ્રી લાખાણી પરિવારના નિવાસ સ્‍થાને નરેન્‍દ્રભાઈ માટે ભોજમ સમારોહ રાખવામાં આવેલ. માત્ર રાજકોટ-સૌરાષ્‍ટ્ર જ નહિ પરંતુ ગુજરાતમાં નામના ધરાવતા રચિત કેટરર્સના શ્રી કિરીટભાઈ બુધ્‍ધદેવનું કેટરિંગ તે સમયે હતું. આ પ્રસંગે નરેન્‍દ્રભાઈને કાઠિયાવાડી પરંપરા મુજબ કિરીટભાઇએ ખુબ જ ભાવથી આગ્રહપૂર્વક જમાડયા હતા તે પ્રસંગની એક અલભ્‍ય તસ્‍વીર. નરેન્‍દ્રભાઈને આગ્રહ કરીને જમાડતા હોય તેવી તસ્‍વીર ભાગ્‍યેજ જોવા મળે છે. બીજી તસ્‍વીરમાં કિરીટભાઈ પીરસી રહ્યા છે અને નરેન્‍દ્રભાઈ કહી રહ્યા છે કે બસ હવે માત્ર એક જ આપજો...આમ નરેન્‍દ્રભાઈનો રાજકોટ સાથેનો નાતો દાયકાઓ જૂનો રહ્યો છે, જે આજસુધી અકબંધ રહેલ છે. આજે પણ રચિત કેટરર્સનું નામ ખૂબ જ માનભેર લેવાય છે. અત્‍યારે યુનિવર્સિટી રોડ પંચાયત ચોક ગાર્ડનની સામે આદ્યા હોસ્‍પિટલની નીચે તેમનો અદ્યતન શોરૂમ (મો.૯૩૭૭૭ ૪૨૦૦૬) આવેલ છે. આ શોરૂમમાં ૨૩૫ આઈટમ નમકીનની અને ૭૦ આઈટમ મિઠાઈની ઉપરાંત ખાસ સમોસા અને પ્‍યાજ કચોરી, વડાપાંવ સાથે ફાસ્‍ટફુડની ૭૦ આઈટમો મળે છે. જે ખુબ વખાણાય છે. કિરીટભાઈ આ પ્રસંગ યાદ કરતા આજે પણ રોમાંચિત થઈ ઉઠે છે, ભાવવિભોર બની જાય છે.(૪૦.૩૭)

 

(1:41 PM IST)