News of Friday, 8th May 2026
રાજકોટના શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમનો સોમવારે ૮૧મા વર્ષમાં મંગલ પ્રવેશ
નિઃસહાય લોકોને ટીફીન સેવા, દત્તક બાળકોની ભોજન સેવા, ગૌ સેવા અને નેત્રયજ્ઞ સેવા થકી માનવ સેવાની જ્યોત પ્રજ્જવલીત રાખી : ૮૧ આરતીનો દિવ્ય શણગાર સાથે સમુહ આરતી : સાંજે આશ્રમે દિવડાઓનો ઝગમગાટ કરાશે

રાજકોટ : પ.પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રી દ્વારા સન ૧૧.૦પ.૧૯૪૬ માં પ્રસ્થાપિત શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ) રાજકોટને તા. ૧૧.૦પ.ર૦ર૬ સોમવારના રોજ ૮૦ વર્ષ પૂર્ણ કરી ૮૧મા વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે.
પ.પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રીના સંકલ્પને સાકાર કરવા અત્યારે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા ૧૦૦ કરોડથી પણ વધારે ખર્ચે નવી અત્યાધુનિક ૧૦ માળની આલીશાન હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત થઇ જશે. જેથી દરેક દર્દી ભગવાને આંખની તમામ સારવાર એક જ જગ્યાએથી મળી રહેશે. તેમને ભારતમાં કોઇપણ રાજય કે શહેરમાં આંખની અન્ય કોઇપણ બીમારી માટે જવું નહીં પડે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
આમ માનવ સેવાની જયોત પ્રજવલિત રહે અને લોકોને સારી સેવા મળે એજ આશ્રમનો ઉદ્દેશ્ય છે, એ નિમિતે ૮૧માં સ્થાપના દિવસ નિમિતે સમૂહ આરતી દ્વારા ધાર્મિક રીતે ઉજવવામાં આવશે તથા ગરીબ માવતરનાં દિકરા, દિકરીઓ માટે ત્રાંસી આંખના નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આશ્રમનાં ૮૧મા સ્થાપના દિવસ નિમિતે ડૉકટર સ્ટાફ તથા ગુેરૂભાઇ-બહેનો અને ગુરૂભાઇ-બહેનો દ્વારા શ્રી નિજ મંદિર હોલમાં સવારે ૯ વાગ્યે ૮૧ આરતીનાં દિવ્ય શણગાર સાથે સમુહ આરતી કરવામાં આવશે તથા સાંજે આશ્રમને દિવડાઓથી ઝગમગાટ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે મો. ૯પ૮૬૩૦૮૧૭૮ ઉપર સંપર્ક કરવો.
(3:16 PM IST)










