તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 9th May 2026
રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર કાંતિભાઈ જાવિયા આવતીકાલે ૮૪ વર્ષ પૂર્ણ કરી ૮૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે
એડીકો ગ્રુપના સ્થાપક અને ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ ચેરમેન કાંતિભાઈ જાવિયાનો ૧૦ મેના રોજ જન્મદિવસઃ સીદસર ઉમિયાધામ અને બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા અગ્રણી પર પચીસ વર્ષની નિઃસ્વાર્થ સેવા બદલ થઈ રહી છે શુભેચ્છાવર્ષા

રાજકોટઃ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી કાંતિભાઈ જાવિયા આવતીકાલે તારીખ ૧૦ મે ૨૦૨૬ના રોજ પોતાના જીવનના ૮૪ વર્ષ પૂર્ણ કરી ૮૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એડીકો (ADICO) ગ્રુપના સ્થાપક અને પાયાના પથ્થર સમાન કાંતિભાઈ જાવિયાના જન્મદિવસને લઈને ઉદ્યોગ જગત અને સામાજિક વર્તુળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કાંતિભાઈ જાવિયા માત્ર ઉદ્યોગ ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ ઊંડો પ્રભાવ ધરાવે છે. તેઓ સીદસર ઉમિયા માતાજી મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવના પાયાના પથ્થર અને પટેલ પ્રગતિ મંડળ, રાજકોટના ભૂતપૂર્વ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂકયા છે. આ ઉપરાંત, તેઓ બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંસ્થાના શ્રી પ્રમુખસ્વામી મહારાજના પ્રાણ પ્યારા અને કળપાપાત્ર હરિભક્ત તરીકે પણ જાણીતા છે. હાલમાં તેઓ રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક વાઈસ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
તેઓ હજારો લોકોના જન્મદિન નિમિત્તે, દરેક ને શુભેચ્છા પાઠવવાનું ભૂલતા નથી. અંદાજે ૪ હજાર લોકોનો ડેટા તેઓ ધરાવે છે, જેમાના દરેકને તેવો અચૂક શુભેચ્છા પાઠવતા હોઈ છે.
છેલ્લા પચીસ વર્ષથી પોતાના સગા-સંબંધીઓ, સત્સંગીઓ અને અનેક લોકોના સારા - નરસા પ્રસંગોએ અચૂકપણે તેમની પડખે ઉભા રહેવાની પરંપરા કાંતિભાઈએ જાળવી રાખી છે. આવતીકાલે જ્યારે તેઓ ૮૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે તેમના તોહીજનો દ્વારા તેમને લાંબા અને નિરોગી આયુષ્ય માટે તેમના મો. નં. ૯૪૨૬૨૦૧૬૩૩ પર અને રૂબરૂમાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
(12:31 PM IST)










