<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

EVM બાબતે રાજકોટનું ચૂંટણી તંત્ર ધંધે લાગી ગયું : ડીસ્‍પેચીંગ -મોકપોલ અને ખરેખર મતદાન સમયે રાજકોટ -શહેર-જીલ્લામાં ૪૯ EVM બદલાવવા પડયા : અનેક પ્રકારની ખરાબી થઇ

 

રાજકોટ મહાનગરપાલીકા-ગોંડલ પાલીકા તથા રાજકોટ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં તંત્ર EVM  બાબતે બે દિવસ ભારે ધંધે લાગી ગયું હતું. ડીસ્‍પેચીંગ-મોકપોલ અને રીયલ મતદાન સમયે અનેક પ્રકારની ખામી જણાતા ૪૯ જેટલા EVM  અનેક સ્‍થળે બદલાવવા પડયા હતા : જેમાં ડીસ્‍પેચીંગ સમયે-૧ર, મોકપોલ સમયે ૧૩ તથા રીયલ મતદાન સમયે ર૩ થી ર૪ મશીનો બદલાવાયેલ : આ ખામીમાં બઝાર પ્રોબ્‍લેમ, બેલેટ સ્‍વીચ ખરાબ, ડીસ્‍પલે એરર, મશીનમાં તારીખ-સમયમાં વિસંગતતા, કલોક એરર વિગેરે કારણોસર તંત્રને દોડધામ થઇ...

(3:08 PM IST)