News of Thursday, 16th April 2026
રાજકોટના દીકરી કેરવીબા વાઘેલા વડોદરા જિલ્લા પંચાયતમાં બિનહરીફ વિજેતા
મૂળ રાજકોટના ચાંદલીના વતની મયુરસિંહ જાડેજાના દીકરી ભાજપમાંથી બિનહરીફ જાહેર થતાં રાજકોટમાં અને ચાંદલીમાં ખુશીની લહેર

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગરઃ તા.૧૬, મૂળ રાજકોટના ચાંદલીના વતની અને હાલ રાજકોટ રહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડિન અને લો કોલેજના પ્રિન્સિપાલ મયુરસિંહ જાડેજાના દીકરી કેરવીબા વાઘેલા વડોદરા જિલ્લા પંચાયતમાં બિનહરીફ જાહેર થતા ખુશી છવાઈ ગઈ છે.
કેરવીબા(ઋતુબા)રાજકોટની કણસાગરા કોલેજમાં બી.એ.સુધીનો અભ્યાસ કર્યા બાદ બી.એડ.ની ડિગ્રી મેળવેલી છે હાલ તેઓ ત્યાં સાસરે છે તેઓના પતિ ગિરિરાજસિંહ વાઘેલા વર્ષોથી રણોલી વિસ્તારના સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેઓ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના ભત્રીજા થાય છે.
કેરવીબા વાઘેલા વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય તરીકે બીન હરીફ જાહેર થતાં તેમની ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
(3:01 PM IST)










