<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

સ્‍વચ્‍છતા ક્ષેત્રે રાજકોટની હરણફાળ : દેશના પ૦ શહેરોમાં સમાવેશ

PRAGATI-50 પહેલ અંતર્ગત સ્‍વચ્‍છતા ક્ષેત્રે રાજકોટ બનશે મોડેલ સિટી - ભારત સરકારના સીધા માર્ગદર્શન અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગ હેઠળ થશે કામગીરી : મેયર ડો.નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સેનિટેશન સમિતિ ચેરમેન કિર્તીબા રાણાએ આપી માહિતી

રાજકોટ, તા. ૩૦ :  શહેર માટે ગૌરવની બાબત છે કે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી સ્‍વચ્‍છતા ક્ષેત્રે વધુ સારી કામગીરી તથા વિકાસની સંભાવના ધરાવતા પસંદગીના ૫૦ શહેરોની PRAGATI-50 પહેલમાં રાજકોટ શહેરનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ પહેલ અંતર્ગત રાજકોટ શહેરને સ્‍વચ્‍છતા ક્ષેત્રે મોડેલ સિટી તરીકે વિકસાવવામાં આવશે, તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેગિં કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સેનિટેશન સમિતિ ચેરમેન કિર્તીબા રાણાએ સંયુક્‍ત યાદીમાં જણાવેલ.

કેન્‍દ્રીય આવાસ અને શહેરી બાબતોના માનનીય મંત્રી  મનોહર લાલ દ્વારા ગઇકાલે તા. ૨૯ ના રોજ નવી દિલ્‍હી ખાતે PRAGATI-50 પહેલનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ પહેલ હેઠળ દેશના ૨૪ રાજ્‍યો તથા કેન્‍દ્રશાસિત પ્રદેશોના ૫૦ શહેરોને સ્‍વચ્‍છતા ક્ષેત્રે રોલ મોડેલ શહેર તરીકે વિકસાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્‍યો છે.

PRAGATI-50 હેઠળ પસંદ કરાયેલા શહેરોમાં નિયમિત સ્‍વચ્‍છતા કામગીરીથી આગળ વધીને સતત, દેખીતી અને ઉચ્‍ચ ગુણવત્તાની સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થા સ્‍થાપિત કરવા પર ભાર મૂકવામાં આવશે. શહેરોમાં સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થાના પરિણામોને નિર્ધારિત માપદંડો અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગના માધ્‍યમથી સતત ચકાસવામાં આવશે.

રાજકોટ શહેરનો PRAGATI-50 અંતર્ગત સમાવેશ થવો એ રાજકોટની સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થાને વધુ સુદ્રઢ, આધુનિક અને પરિણામલક્ષી બનાવવાની દિશામાં મહત્‍વપૂર્ણ તક છે. હવે રાજકોટ શહેરમાં સ્‍વચ્‍છતા અંગેની દૈનિક કામગીરીનું વધુ સુવ્‍યવસ્‍થિત રીતે મોનિટરિંગ કરવામાં આવશે તથા કેન્‍દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ જરૂરી સુધારાઓ અને નવીન પહેલોને ગતિ આપવામાં આવશે.

આ પહેલનો મુખ્‍ય ઉદ્દેશ રાજકોટ શહેરને માત્ર સ્‍વચ્‍છ શહેર તરીકે નહીં પરંતુ સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થાપન ક્ષેત્રે દેશના અન્‍ય શહેરો માટે અનુસરવા યોગ્‍ય મોડેલ સિટી તરીકે વિકસાવવાનો રહેશે.

PRAGATI-50 પહેલ હેઠળ પસંદ કરાયેલા શહેરોની કામગીરીનું મૂલ્‍યાંકન માત્ર કરવામાં આવેલી કામગીરીના આધારે નહીં પરંતુ તેના પરિણામો અને શહેરમાં દેખાતા વાસ્‍તવિક પરિવર્તનના આધારે કરવામાં આવશે.

સ્‍વચ્‍છતા કામગીરી માટે નિર્ધારિત માપદંડો, ટેકનોલોજી આધારિત દેખરેખ તથા નિયમિત સમીક્ષા દ્વારા શહેરોની પ્રગતિનું મૂલ્‍યાંકન કરવામાં આવશે. કેન્‍દ્રીય સ્‍તરે પણ પસંદ કરાયેલા શહેરોની કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવશે.

આથી રાજકોટ મહાનગરપાલિકા માટે PRAGATI-50 પહેલ માત્ર એક નવી યોજના નહીં પરંતુ રાજકોટ શહેરની સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થાને વધુ આધુનિક, વૈજ્ઞાનિક, ટેકનોલોજી આધારિત અને પરિણામલક્ષી બનાવવાની મહત્‍વપૂર્ણ તક બની રહેશે.

 PRAGATI-50 અંતર્ગત રાજકોટ શહેરને સ્‍વચ્‍છતા ક્ષેત્રે મોડેલ સિટી તરીકે વિકસાવવા માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કામગીરીને ગતિ આપવામાં આવશે.

આ પહેલના પરિણામે રાજકોટ શહેરમાં સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થાના વિવિધ પાસાઓનું વધુ નિયમિત અને સુવ્‍યવસ્‍થિત મોનિટરિંગ થશે, નવી ટેકનોલોજીનો ઉપયોગ વધશે અને જ્‍યાં જરૂરી હોય ત્‍યાં તાત્‍કાલિક સુધારાત્‍મક કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PRAGATI-50 હેઠળ મળેલી આ તકને સ્‍વીકારી શહેરની સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં સંકલિત પ્રયાસો કરવામાં આવશે.

ૅસ્‍વચ્‍છ રાજકોટ - સ્‍વસ્‍થ રાજકોટૅના સંકલ્‍પને વધુ વ્‍યાપક બનાવતા શહેરના દરેક નાગરિક, વેપારી, સંસ્‍થા, શાળા-કોલેજ, ઔદ્યોગિક એકમ તથા વિવિધ સામાજિક સંસ્‍થાઓની સક્રિય ભાગીદારી સાથે રાજકોટને સ્‍વચ્‍છતા ક્ષેત્રે એક મોડેલ સિટી તરીકે વિકસાવવાનો સંકલ્‍પ કરવામાં આવશે.

PRAGATI-50 હેઠળ રાજકોટ શહેરનો સમાવેશ સમગ્ર રાજકોટવાસીઓ માટે ગૌરવની બાબત છે અને સાથે સાથે શહેરને સ્‍વચ્‍છતા ક્ષેત્રે નવી ચાઈઓ સુધી લઈ જવાની એક મહત્‍વપૂર્ણ જવાબદારી પણ છે.

 

(3:31 PM IST)