તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
કાલે રાજકોટ બનશે ગોકુળ! મનપાની પ્રથમ ‘મટકી ફોડ' સ્પર્ધામાં જામશે કાનુડાનો રંગ
ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં આવતીકાલે રાત્રે જામશે કૃષ્ણલીલાઃ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને ઉદઘાટન માટે આમંત્રણ, સાંજ સુધીમાં કન્ફર્મેશનની શકયતાઃ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની રહેશે ઉપસ્થિતિઃ મેયર ડો. નેહલ શુકલના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ

રાજકોટ, તા., ૩: મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે કાલે શુક્રવારે ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૮ થી ૧૧ કલાક દરમિયાન યોજાશે.
મટકી ફોડ સ્પર્ધાની ઉજવણીના ભાગરૂપે ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારી શરૂ કરાઇ છે. કાર્યક્રમને આખરી ઓપ આપવા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સ્થળ મુલાકાત કરી હતી.
આયોજન અંગે મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ ે જણાવ્યું હતું કે રાજકોટ શહેરની સાંસ્કળતિક, ધાર્મિક અને ઉત્સવપ્રિય પરંપરાને વધુ ભવ્યતા સાથે ઉજાગર કરવા તેમજ જન્માષ્ટમીના પાવન પર્વને ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવના સાથે ઉજવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે તા.૦૪ શુક્રવારના રોજ રાત્રે ૦૮:૦૦ કલાકે, ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું અદકેરું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ ઉપસ્થિત રહેશે. આ ભવ્ય મટકી ફોડ સ્પર્ધાના સંભવતઃ ઉદ્ધાટક ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે તેમજ પ્રેરણાદાયી ઉપસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહેશે. ઉપરાંત રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વઘાણી, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્યઓ ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ અને ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.૦૪-૦૯-૨૦૨૬ના રોજ મટકી ફોડ સ્પર્ધાની ઉજવણીના ભાગરૂપે આજે તા.૦૩-૦૯-૨૦૨૬ના રોજ ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમને આખરી ઓપ આપવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ, સંગઠનના હોદ્દેદારઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્થળ મુલાકાત દરમ્યાન જેમાં, મંડપ, લાઈટ્સ સાઉન્ડ, બેઠક વ્યવસ્થા, ર્પાકિંગ, સુરક્ષા વગેરે જેવી કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે અધિકારીઓ અને તેના તાબા હેઠળના કર્મચારીઓને કામગીરી સુપ્રત કરવામાં આવેલ અને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ.
ભગવાન કળષ્ણના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાનાર આ રંગારંગ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મટકી ફોડ મંડળીઓ જોડાય અને રાજકોટની ઉત્સવપ્રિય પરંપરાને વધુ જીવંત બનાવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની વિવિધ મંડળીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ તા. ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬, શુક્રવારના રોજ રાત્રે ૮:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક દરમિયાન ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કાર્યક્રમ દરમિયાન પરંપરા, ભક્તિ, સંગીત, સાહસ અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળશે.
મુખ્ય આકર્ષણો
આ વર્ષે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે વિવિધ આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓરકેસ્ટ્રા શો, સીદી બાદશાહની ટીમ દ્વારા ગીરનો પ્રખ્યાત ધમાલ રાસ (આદિવાસી નળત્ય) રજૂ કરશે
સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ મંડળી (ગોવિંદા ગ્રુપ)
મટકી ફોડની પરંપરાગત રમતમાં સાહસ, ટીમવર્ક અને ઉત્સાહનો અદભૂત સમન્વય જોવા મળશે. વિશેષ તાલીમબદ્ધ સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ મંડળી (ગોવિંદા ગ્રુપ) દ્વારા મટકી ફોડની રોમાંચક રજૂઆત કરવામાં આવશે, જે ઉપસ્થિત જનમેદની માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ડી.જે. દ્વારા કળષ્ણ ભક્તિના ગીતો
ભગવાન કળષ્ણના જન્મોત્સવના પાવન માહોલને અનુરૂપ ડી.જે. દ્વારા કળષ્ણ ભક્તિના લોકપ્રિય ગીતો અને સંગીતની ધૂનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બનાવવામાં આવશે.
ભવ્ય આકર્ષક લાઇટિંગ અને શોભાસજ્જા
ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લાઇટિંગ, આકર્ષક શોભાસજ્જા અને રંગબેરંગી સજાવટ દ્વારા સમગ્ર કાર્યક્રમ સ્થળને ઉત્સવના માહોલમાં સજાવવામાં આવશે.
રોમાંચ, ઉત્સાહ અને ટીમવર્કનો સંગમ
મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેનાર મંડળીઓ દ્વારા ઊંચા પિરામિડ રચી મટકી ફોડવાની રોમાંચક રજૂઆત કરવામાં આવશે. સ્પર્ધામાં મંડળીના સભ્યો વચ્ચેનું ટીમવર્ક, શારીરિક કૌશલ્ય અને ઉત્સાહ દર્શકોમાં રોમાંચ જગાવશે.
વિજેતાને લાખેણા ઇનામો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મટકી ફોડ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મંડળીઓને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક રોકડ ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ઇનામ ラ રૂ. ૧,૫૦,૦૦૦/- દ્વિતીય ઇનામ ラ રૂ. ૧,૨૧,૦૦૦/- તળતીય ઇનામ ラ રૂ. ૧,૦૧,૦૦૦/-
આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતાને પુરસ્કાર સહિત શિલ્ડ આપી સન્માન કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ માત્ર એક સ્પર્ધા પૂરતો સીમિત ન રહેતા ભગવાન કળષ્ણ પ્રત્યેની ભક્તિ, યુવાનોનો ઉત્સાહ, મંડળીઓનું ટીમવર્ક તથા રાજકોટની ઉત્સવપ્રિય સંસ્કળતિનું ભવ્ય પ્રતિબિંબ બની રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વની રાત્રે ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ રંગારંગ કાર્યક્રમમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મટકી ફોડ મંડળીઓનો ઉત્સાહ વધારવા અને ભગવાન કળષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે
(2:45 PM IST)










