તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
રવિવારે રાજકોટ બનશે યોગમય
મનપા દ્વારા ૨૧મી જુને ‘વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી : માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ અને લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે સવારે ૬ વાગ્યે કાર્યક્રમઃ ભાગ લેનારને QR કોડથી મળશે ડિજિટલ સર્ટિફિકેટઃ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા સહિતના પદાધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણઃ લોકોને જોડાવવા પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનરનો અનુરોધ

રાજકોટ તા.૧૮: મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂન, ૨૦૨૬ના રોજ ‘‘વિશ્વ યોગ દિવસ''ની શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્સ તેમજ લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્સ (ફક્ત મહિલાઓ માટે) ખાતે સવારે ૦૬ કલાકે ઉજવણી કરવામાં આવશે. તેમ મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાએ એક યાદીમાં જણાવ્યુ છે.
આયોજન અંગે આજે તા.૧૮ના રોજ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા સંજયસિંહ રાણા સહિત રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છુક નાગરિકો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ રૂરૂરૂ.શ્વળણૂ.ંિંરુ.શઁ પર રજીસ્ટ્રેશન કરી શકશે. યોગ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકો સ્થળ ઉપર રાખવામાં આવનાર મ્ય્ ઘ્ંફુફૂ સ્કેન કરી ડિજિટલ સર્ટિફિકેટ મેળવી શકશે.
યોગાસનો નિયમિત કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે. તે માંસપેશીઓને મજબૂત બનાવે છે, લવચિકતા વધારે છે અને શરીરનું સંતુલન સુધારે છે. આ ઉપરાંત, તે પાચનતંત્રને સુધારવામાં, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. યોગ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, આર્થરાઈટિસ જેવી અનેક બીમારીઓને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે.
આજના ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં યોગ માનસિક શાંતિ માટે એક શક્તિશાળી સાધન છે. પ્રાણાયામ (શ્વાસની કસરતો) અને ધ્યાન મનને શાંત કરવામાં, તણાવ ઘટાડવામાં અને ચિંતા તથા ડિપ્રેશનના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે. યોગ કરવાથી એકાગ્રતા વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતા સુધરે છે. તે માનસિક સ્પષ્ટતા લાવે છે અને જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે.
યોગ ફક્ત શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પૂરતું સીમિત નથી, પરંતુ તે આત્મિક વિકાસમાં પણ મદદરૂપ થાય છે. તે વ્યક્તિને પોતાની જાત સાથે જોડવામાં અને આત્મ-જાગળતિ કેળવવામાં મદદ કરે છે. યોગ દ્વારા વ્યક્તિ આંતરિક શાંતિ અને સંતોષ નો અનુભવ કરી શકે છે. તે જીવનના ઉદ્દેશ્યને સમજવામાં અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવામાં મદદ કરે છે.
યોગ અપનાવવાથી વ્યક્તિની દિનચર્યા અને જીવનશૈલીમાં પણ સકારાત્મક બદલાવ આવે છે. નિયમિત યોગ કરવાથી સ્વસ્થ આહાર અપનાવવાની પ્રેરણા મળે છે અને ખરાબ ટેવોથી દૂર રહેવામાં મદદ મળે છે. તે સ્વ-શિસ્ત અને નિયમિતતા કેળવવામાં મદદ કરે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થાય છે.
ટૂંકમાં, યોગ એ એક એવી પ્રથા છે જે વ્યક્તિના શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્યને સુધારીને એક સંતુલિત અને સુખી જીવન જીવવામાં મદદ કરે છે.
આગામી ૨૧-મી જૂન,૨૦૨૬ ‘‘વિશ્વ યોગ દિવસ'' નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત યોગ બોર્ડના સહયોગ સાથે આયોજિત કાર્યક્રમમાં જોડાવા નગરજનોને રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતાશ્રી ડો.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.
(3:52 PM IST)










