<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

​રાજકોટના વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસ કોર્પોરેટરનો પુત્ર ઓમ સોલંકી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

પીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયા અને ટીમની કામગીરી: ઢેબર રોડ ગોપાલનગર શેરી નં. ૨માંથી સ્વિફ્ટ કાર અને ૧૩૨ બોટલ ઇંગ્લીશ દારૂ સહિત રૂ. ૫.૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત : અલગ અલગ ૭ ગુનાઓમાં સંડોવાયેલા શિવરાજ ધાંધલનું નામ ખુલ્યું

​રાજકોટ: શહેરમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા આપવામાં આવેલી કડક સૂચના અન્વયે પી.સી.બી.ની ટીમે વધુ એક કામગીરી છે. પી.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ઢેબર રોડ પરથી એક સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આ શખ્સ રાજકોટના વોર્ડ નંબર ૧૬ ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર હોવાનું સામે આવતા રાજકીય અને સ્થાનિક સ્તરે ભારે ચકચાર જાગી છે.

​મળતી વિગતો મુજબ, પી.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.નો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજા અને પો.કોન્સ. યુવરાજસિંહ રાણાને સંયુક્ત રીતે ચોક્કસ હકીકત મળી હતી કે ઢેબર રોડ પર આવેલી ગોપાલનગર શેરી નં. ૨ માં રોડ ઉપર એક સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

​આ બાતમીના આધારે પોલીસે તુરંત જ રાઉન્ડ અપ કરીને વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. જ્યાં સ્થળ પરથી પોલીસે મારૂતિ સ્વિફ્ટ કાર નં.-GJ-03-NB-9624ને આંતરીને તેની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

​પોલીસે ઘટનાસ્થળેથી ઓલ સિઝન વહીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કુલ ૧૩૨ બોટલ કિંમત રૂ. ૧,૮૫,૫૬૨નો તથા મારૂતિ સ્વિફ્ટ કાર નં. GJ-03-NB-9624 કિંમત રૂ. ૪,૦૦,૦૦૦ની મળી ​કુલ મુદ્દામાલ: રૂ. ૫,૮૫,૫૬૨નો કબ્જે કર્યો છે.

​પોલીસે આ દરોડા દરમિયાન કાર સાથે સ્થળ પરથી ઓમ હરેશભાઈ સોલંકી (ઉ.વ. ૨૨, રહે. કોઠારીયા મેઈન રોડ, નીલકંઠ પાર્ક શેરી નંબર-૫, રાજકોટ)ને ઝડપી પાડ્યો છે, જે વોર્ડ નંબર ૧૬ ના કોંગ્રેસના કોર્પોરેટરનો દીકરો છે.

​જ્યારે આ દારૂના નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર ગણાતો અને દારૂનો જથ્થો મોકલનાર શિવરાજ ધીરૂભાઈ વાળા (ધાંધલ) (રહે. ફાળદંગ ગામ, હનુમાન મંદિરની બાજુમાં, પીપળાવાળી શેરી, તા.જી. રાજકોટ)ને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ચોપડેથી મળતી વિગતો અનુસાર, નાસી છૂટેલો આરોપી શિવરાજ ધીરૂભાઈ વાળા (ધાંધલ) સામાન્ય ગુનેગાર નથી પરંતુ રીઢો અને નામચીન બુટલેગર છે. તેની સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૯ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં કુવાડવા રોડ પો.સ્ટે.: BNS કલમ-૧૧૫(૨), ૩૫૧, ૩૫૧(૩), ૫૪ તથા એટ્રોસિટી એક્ટ અને જી.પી.એક્ટ, આર્મ્સ એક્ટ (વર્ષ ૨૦૨૫), કુવાડવા રોડ પો.સ્ટે.: આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી)(એ) (વર્ષ ૨૦૨૫), કુવાડવા રોડ પો.સ્ટે.: ઇ.પી.કો. કલમ-૩૬૫, ૩૮૪, ૩૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ (વર્ષ ૨૦૨૧), આજીડેમ પો.સ્ટે.: ઇ.પી.કો. કલમ-૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ-૧૩૫ (વર્ષ ૨૦૨૪), કુવાડવા રોડ પો.સ્ટે.: પ્રોહિબિશન કલમ-૬૫-ઇ, ૮૧ (વર્ષ ૨૦૨૦), કુવાડવા રોડ પો.સ્ટે.: જુગાર ધારા કલમ-૪, ૫ (વર્ષ ૨૦૨૫), ભાડલા પો.સ્ટે.: જુગાર ધારા કલમ-૪, ૫ (વર્ષ ૨૦૨૧), કુવાડવા રોડ પો.સ્ટે.: પ્રોહિબિશન કલમ-૬૫-ઇ, ૧૧૬-બી, ૯૮(૨) (વર્ષ ૨૦૨૬), કુવાડવા રોડ પો.સ્ટે.: BNS કલમ-૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૧), ૧૯૧(૨), ૩૨૪(૪) તથા જી.પી.એક્ટ-૧૩૫ (વર્ષ ૨૦૨૬) સહિતના ગુના સામેલ છે.

​આ કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.ગોંડલીયા, પો.સબ.ઇન્સ. પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઈ. મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્સ. કિરણસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉર્વશીબા ઝાલા, કિરણબા ચુડાસમા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવાંગભાઈ કાનગડ, રાહુલભાઈ વણકર, મનોજભાઈ સાંકટ, ક્રિપાલસિંહ મૌર્ય, બ્રિજરાજસિંહ પરમાર, દિગ્વિજયસિંહ દવે અને ડ્રાઈવર પો.હેડ.કોન્સ. જયસુખભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવી છે.

(10:21 AM IST)