News of Tuesday, 21st April 2026
રાજકોટ વોર્ડ નં.૭ ભાજપના ઉમેદવારોનો લોકસંપર્કઃ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૭ ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નેહલ શુક્લ, દર્શન પેંગ્યાતર, વર્ષાબેન પાંધી અને ખ્યાતિબેન ગોહિલ કાર્યકર્તાઓ સાથે લોકસંપર્કમાં નીકળ્યા હતા. મતદારો સુધી પહોંચવાના આ ભગીરથ કાર્યમાં ભાજપની પેનલ અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રચારના શ્રીગણેશ કરતા પહેલા ઉમેદવારો આ વોર્ડમાં જ આવેલ અકીલા પ્રેસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રાના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર અને પંચનાથ હોસ્પિટલના ચેરમેન દેવાંગભાઈ માકડ, શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશિકભાઇ ચાવડા, કિરીટભાઈ પાંધી, કિરીટભાઈ ગોહિલ, સંદીપભાઈ ડોડીયા, જયુભાઈ રાઠોડ, કાળુભાઈ ઓડ, મુરાદ દલવાણી, અનિરુદ્ધ વાળા, અશોકભાઈ સામાણી, ભાવેશ અઢિયા, મયુર હેરમાં, કમલેશ બુંદેલા, ભાગ્યશ વોરા, નિકુંજ વૈદ્ય, દિલીપભાઈ લોધા, કેતનભાઇ જરીયા, જીતુભાઈ વાઘેલા, અનિલભાઈ લીંબડ, પ્રવીણભાઈ ચાવડા, નીતિન જરીયા, ઈશ્વરભાઈ જીતીયા, ચંદ્રેશભાઇ પરમાર, કોમલબેન કારીયા, સંગીતાબેન ઉપાધ્યાય, મીનાબેન સૂચક અને રંજનબેન જેઠવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.(
(3:13 PM IST)










