<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

રાજકોટ વોર્ડ નંબર ૭: પરિવર્તન અને વિકાસનો નવો અધ્‍યાય

કોંગ્રેસની પેનલના ઉમેદવારોઃ રણજીતભાઈ પરમાર(આર.ડી), હંસાબેન ગુજરીયા, જીગ્નેશ વાગડીયા સોની અને રચનાબેન જોષી

રાજકોટઃ મહાનગર પાલિકાની (સામાન્‍ય ચૂંટણી) અંતર્ગત વોર્ડ નં. ૭માં કોંગ્રેસ દ્વારા સર્વાંગી વિકાસ અને પરિવર્તનના મજબૂત સંકલ્‍પ સાથે આ વોર્ડમાં પરિવર્તન અને વિકાસનો નવો અધ્‍યાય શરૂ કરવાની કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ જણાવ્‍યું હતું કે 

વોર્ડ નં. ૭ના કોંગ્રેસના ઉમેદવારો સર્વશ્રી  રણજીતભાઈ પરમાર, હંસાબેન ગુજરીયા, જીગ્નેશ વાગડીયાની અને રચનાબેન જોષી જેવી કર્મઠ ઉમેદવારોની પેનલ મેદાનમાં ઉતારવામાં આવી છે, જે સમાજના વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્‍વ કરે છે અને લોકસમર્પિત સેવાના સૂત્ર સાથે જોડાયેલા છે. જેમ કે નવા સમાવેલ વિસ્‍તારોને વિશેષ વિકાસ પેકેજ, ઘરવેરો અને આવાસની સમસ્‍યાનું નિરાકરણ, પાણી વ્‍યવસ્‍થાપન, ટ્રાફિક અને પાર્કિગની સમસ્‍યાનું નિવારણ, સરકારી શાળાઓને ઉત્‍કૃષ્ટ બનાવવાની પ્રતિબદ્ધતા, મહિલા સશક્‍તિકરણ, રખડતા ઢોર-કૂતરાઓની વ્‍યવસ્‍થા અને પશુ દવાખાના જેવા મહત્‍વના મુદ્દાઓ. ભ્રષ્ટાચારમુક્‍ત શાસન આપવાનું વચન પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્‍યું છે.

ચારેય ઉમેદવારોએ જણાવેલ કે જો કોર્પોરેશનમાં અમારૂ શાસન આવશે તો ૫૦ થી ૭૦ વારના મકાનનો વેરો ફ્રી, દરેક વોર્ડમાં સાર્વજનિક પ્‍લોટમાં ખેલક્રીડાગણ, પે પાર્કિંગ ફ્રી કરીશુ, ભુગર્ભ, રોડ રસ્‍તાના કામો માટે ૧૦૮ની જેમ કામ કરીશું. તેમજ દરેક વોર્ડમાં લાઈબ્રેરી બનાવામાં આવશે.

તસ્‍વીરમાં વોર્ડ નં.૭ના કોંગ્રેસના ઉમેદવારો રણજીતભાઇ પરમાર (આર.ડી)(મો.૯૯૦૪૬ ૩૫૮૨૫), જીજ્ઞેશ વાગડીયા (મો.૯૭૨૩૩ ૯૦૦૯), રચનાબેન જોષી (મો.૯૪૨૯૯ ૧૯૧૫૦), હંસાબેન ગુજરીયા (મો.૯૯૦૪૩ ૪૬૫૦૪) અને મુકેશભાઈ પરમાર, વશરામભાઈ ચાવડા, રાજેશ માંડવીયા અને હરેશભાઇ ગુજરીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા 

(2:58 PM IST)