<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

મહાપાલીકાની આગામી ચુંટણીમાં રાજકોટ મતદાર એકતા મંચના ઉમેદવારો ઝુકાવશે

લોકઉમેદવારો તૈયાર કરવા રવિવારે સંકલ્‍પના બેઠક

રાજકોટ, તા.,૨૯: શહેરના વિવિધ વોર્ડ વિસ્‍તારના શિક્ષીત, વિચારશીલ, લોકસેવાની ભાવના ધરાવતા, સભ્‍ય અને સમજદાર નાગરિકોના સમવિચારી નાના સમુદાયે, રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્‍ય ચૂંટણી રાજકોટ મતદાર એકતા મંચના માર્ગદર્શન હેઠળ લોકો દ્વારા જ નકકી થયેલા લોકઉમેદવારો તમામ બેઠકો ઉપર ચૂંટણીમાં ઉભા રખાશે તેવો સામૂહિક સંકલ્‍પ કરાયો છે

 આ સંકલ્‍પનાના ઉપલક્ષ્યમાં મતદાર-જાગળતીનો જાહેર પ્રકલ્‍પ આગામી રવિવારે તા.૨૦ ના  સવારે ૯ થી સાંજે ૭ સુધી બહુમાળી ભવન ચોક ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો છે. પ્રવર્તમાન (પક્ષતંત્ર) બીનલોકશાહી શાસનથી નારાજ હોય, જાહેર જીવનનો મૌલિક દૃષ્ટિકોણ હોય એવા પ્રબુધ્‍ધ અને વિશાળ લોકસંપર્ક ધરાવતા તથા સાંપ્રત શાસન પરિવર્તનના સમર્થકોને આ કાર્યક્રમમાં હાજરી આપી આ જાહેર સભામાં પોતાના વિચારો રજુ કરવા આહવાન કરાયું છે. આ બાબતે સભાના સંચાલક તથા રાજકોટ મતદાર એકતા મંચના સંયોજક અશોકભાઈ પટેલ - મો. ૯૪૨૮૨ ૭૫૫૫૦ અને સહસંયોજક - કમલેશભાઈ જોટંગીયા - મો. ૯૪૨૮૩૪૮૦૧૮ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

(3:18 PM IST)