<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

યુપીઆઇ ચાર્જના વિરોધમાં રાજકોટના વેપારીઓએ સ્‍કેનર પર કાળુ કપડુ ઢાંકયું

રાજકોટ : યુપીઆઈ પેમેન્‍ટમાં ચાર્જના વિરોધમાં રાજકોટના વેપારીઓ પણ મેદાનમાં ઉતર્યા છે. વેપારીઓએ પોતાની દુકાનોમાં ગ્રાહકો પાસેથી ડિજિટલ પેમેન્‍ટ સ્‍વીકારવા માટે રાખવામાં આવેલા યુપીઆઈ સ્‍કેનર પર કાળુ કપડુ ઢાંકીને વિરોધ નોંધાવ્‍યો હતો. વેપારીઓના આ અનોખા વિરોધના પગલે બજારમાં ચર્ચા જાગી હતી. હાલમાં યુપીઆઈ પેમેન્‍ટનો ઉપયોગ વેપારી વર્ગથી લઈને સામાન્‍ય ગ્રાહકો સુધી વ્‍યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. નાની ખરીદીથી લઈને મોટા વ્‍યવહારોમાં પણ સ્‍કેનર મારફતે પેમેન્‍ટ કરવાની પદ્ધતિ લોકપ્રિય બની છે. જોકે, યુપીઆઈમાં ચાર્જ સંબંધિત મુદ્દે વેપારીઓમાં ઊભી થયેલી નારાજગીના પગલે રાજકોટમાં પણ વિરોધનો સૂર જોવા મળ્‍યો હતો.

વેપારીઓએ સ્‍કેનર પર કાળુ કપડુ ઢાંકીને ડિજિટલ પેમેન્‍ટ પ્રત્‍યે પોતાનો વિરોધ પ્રતીકાત્‍મક રીતે વ્‍યક્‍ત કર્યો હતો. દુકાનોમાં સામાન્‍ય રીતે ગ્રાહકોને પેમેન્‍ટ માટે આકર્ષતા સ્‍કેનર કાળા કપડાથી ઢંકાયેલા જોવા મળતાં આ વિરોધે લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું હતું.

રાજકોટના વેપારીઓ દ્વારા કરવામાં આવેલી આ પ્રતીકાત્‍મક વિરોધની રીતથી યુપીઆઈ પેમેન્‍ટ અંગે વેપારી વર્ગમાં ચાલી રહેલી નારાજગી જાહેરમાં આવી છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:12 PM IST)